For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાંકાનેરની જીવાદોરી સમાન મચ્છુ-1 ડેમ સતત સાતમા વર્ષે થયો ઓવરફલો

01:12 PM Sep 08, 2025 IST | Bhumika
વાંકાનેરની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ સતત સાતમા વર્ષે થયો ઓવરફલો

વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 1 ડેમ રવિવાર વહેલી સવારે એક વાગ્યે સતત સાતમાં વર્ષે ઓવરફ્લો થતાં જ વાંકાનેર પંથકમાં ખુશીની લહેર દોડી ઉઠી છે, ત્યારે હાલ પણ ડેમમાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે પાણીની આવક જોતા તંત્ર દ્વારા નદી વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા, તથા અન્ય લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે.

Advertisement

મચ્છુ 1 ડેમ હાલ બે ઈંચ જેટલો ઓવરફ્લો થતાં અને હાલ ડેમમાં પાણીની આવક પણ વધુ હોય, જેથી તંત્ર દ્વારા નદી વિસ્તારમાં આવતા વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વાંકાનેર શહેર, મહિકા, કોઠી, ગારીયા, જોધપર, પાજ, રસીકગઢ, લુણસરીયા, કેરાળા, હસનપર, પંચાસર, વઘાસીયા, રાતીદેવળી, વાંકિયા, રાણેકપર, પંચાસીયા, ઢુવા અને ધમલપર ગામ તેમજ મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર એમ કુલ 24 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે, જે તમામ ગામના નાગરિકોને નદીના પટમાં નહિ જવા અને સલામતી સ્થળે ખસી જવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement