રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રદર્શન ગ્રાઉન્ડમાં શુક્રવારથી લોકમેળાનો પ્રારંભ

12:09 PM Aug 21, 2024 IST | admin
Advertisement

જન્માષ્ટમી લોકમેળાને લઈ જામનગર કોર્પોરેશન સંપૂર્ણપણે સજ્જ, રાજકોટની ઘટના બાદ સુરક્ષા પર વિશેષ ભાર

Advertisement

જામનગરમાં આગામી શ્રાવણી લોક મેળાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રાજકોટ ગેમઝોનની દુર્ઘટના બાદ જામનગર મહાનગરપાલિકાએ મેળાની તૈયારીઓમાં કોઈ બેદરકારી ન રાખવા માટે કમર કસી છે. આજે પ્રદર્શન મેદાનમાં લાગેલા તમામ રાઇડ્સનું કલેક્ટર કક્ષાના અધિકારીઓ દ્વારા કડક યાંત્રિક ચેકિંગ કરવામાં આવ્યું અને પરફોર્મન્સ લાઇસન્સ જારી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

પ્રદર્શન મેદાનમાં લાગેલા તમામ રાઇડ્સની સોઇલ ટેસ્ટ અને સ્ટેબિલિટી ચકાસવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રદર્શન મેદાનની સલામતીની તપાસ કરીને તમામ જરૂૂરી સૂચનો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, મેદાનમાં ફાયર સેફ્ટીના તમામ પગલાં લેવામાં આવ્યા છે. મેદાનમાં એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરની ટીમોને પણ તૈનાત રાખવામાં આવી છે. તૈયારીઓ કરી લેવામાં આવી છે, બે ટ્રાન્સફોર્મર સહિત ત્રણ ફીડર સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જામનગરના હજારો નગરજનો આ મેળાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આગામી શુક્રવારે પ્રદર્શન મેદાન ખાતે મેળાની શુભ શરૂૂઆત થવાની અત્યંત માહિતગાર વર્તુળો જણાવે છે. મહાનગરપાલિકાએ આ મેળો સુરક્ષિત અને સફળ બનાવવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે.

જામનગર જિલ્લા કલેકટર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી મેળા કમિટીના અધ્યક્ષ પાણી પુરવઠા બોર્ડના અધિકારી નીતિન ગોઠી ની રાહબરી હેઠળ આર.એન.બી. વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરી શ્રી છૈયા, તથા જુનિયર ઈજનેર ધવલ દેવમુરારી, ઇન્ડસ્ટ્રીયલ વિભાગના અધિકારી યોગેશ પેન્ડાલ, પોલિટેકનિક કોલેજના અધિકારી એ.એમ. ગલાણી, ઈલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર હરેશ લગારીયા, પીજીવીસીએલના નાયબ ઇજનેરવઅજય પરમાર, ફાયર બ્રિગેડ શાખાના જે. એન રાજગોર, ઉમેદ ગામેતી, કામિલ મહેતા, સજુભા જાડેજા, અને ઉપેન્દ્ર સુમડ સહિત ની ટીમ દ્વારા સમગ્ર મેળાની યાંત્રિક રાઈડ ની તમામ પ્રકારે ચકાસણી કરવામાં આવી હતી, અને ચાર્ટર એન્જિનિયર તેજસ ઝાલા ની પણ મદદ લેવામાં આવી હતી. જેનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે, અને આગામી 23 તારીખના શુક્રવાર થી મેળા મેદાનમાં યાંત્રિક રાઈડ શરૂૂ થઈ જશે, તેમ જાણવા મળી રહ્યું છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagarnewslokmelalokmelanewsrajkotlokmela
Advertisement
Next Article
Advertisement