રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયાની ધી પ્રેસિડેન્ટ શાળાના નાના ભૂલકાઓ બન્યા શિક્ષક: ટીચર્સ ડે ની કરાઈ શાનદાર ઉજવણી

02:45 PM Sep 05, 2024 IST | admin
Advertisement
Advertisement

    ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ખંભાળિયાની ભગવદ્ ગીતાના જ્ઞાન સાથે શિક્ષણ આપતી જાણીતી "ધી પ્રેસિડેન્ટ સ્કૂલ" ખાતે આજે શિક્ષક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.  અહીં શિક્ષક બનીને આવેલા નાના ભૂલકાઓ શિક્ષકનું અદ્દલ સ્વરૂપ લાગતા હતા. શાળાના સંસ્કારો અને મૂલ્ય આધારીત શિક્ષણે બાળકોને બેસ્ટ ટીચર્સ બનવા માટે સારી એવી ભૂમિકા ભજવી હતી. આ ક્યૂટ ટીચર્સ સમગ્ર શાળા પરિવાર અને વાલી મંડળ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કેમ્પસના પ્રિન્સિપાલ ચંદુસરે તમામ બાળકોને શિક્ષક દિવસની શુભેચ્છાઓ આપી, આશીર્વાદ પાઠવ્યા હતા.
Tags :
gujaratgujarat newsKhambhaliyakhambhaliyanewsteachersdayteachersdaycelebration
Advertisement
Next Article
Advertisement