રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ક્રાઈમ બ્રાંચના પોલીસમેનની ઓળખ આપી લાઈનબોયે બીજી વખત નાણાં પડાવ્યા

04:31 PM Dec 28, 2023 IST | Bhumika
Advertisement

ઢેબર રોડ બનેલી ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે ઓળખ થઈ : આરોપીની ધરપકડ

Advertisement

બનાવ બાદ ગભરાઈ ગયેલા પ્રૌઢ પોતાના વકીલ સાથે પોલીસ કમિશનર કચેરીએ ફરિયાદ કરવા પહોંચ્યા હતાં

ઢેબર રોડ પર કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ નજીક ધોળે દિવસે રિક્ષામાં જતાં પ્રૌઢને અટકાવી ક્રાઈમ બ્રાંચના પોલીસમેન તરીકે ઓળખ આપી એક શખ્સે રૂા. 8,000ની લૂંટ ચલાવી હતી.જેને કારણે પોલીસ તંત્રમાં દોડધામ મચી જતા તત્કાળ ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કરી આરોપી ઓસમાણ ઈશાક ખેભર (ઉ.વ. 37, રહે. હાઉસીંગ બોર્ડના કવાર્ટર, દૂધ સાગર રોડ)ને ઝડપી લઈ તપાસ આગળ ધપાવી છે.

વધુ વિગતો મુજબ,કોઠારીયા સોલવન્ટ પાસેના હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા રાજેશભાઈ ચમનભાઈ ગોસ્વામી (ઉ.54) કારખાનામાં મજુરી કામ કરે છે.બુધવારે કારખાનામાં રજા હોવાથી બપોરે બારેક વાગ્યે કોઠારીયા રોડ પર આંબેડકર ભવનના ગેટ પાસે ગેસની ઓફિસે બીલ ભરવા ગયા હતા.જયાંથી કવાર્ટરના કામ માટે વકિલને મળવાનું હોવાથી મોચી બજાર કોર્ટે ગયા હતા. જયાં વકિલને મળ્યા બાદ પરાબજાર સુધી આવ્યા હતા.જયાંથી ભૂતખાના ચોક જતી રિક્ષામાં બેઠા હતા.
બાદમાં બપોરે કોઠારીયા સોલવન્ટ તરફ જતી રિક્ષાની રાહ જોઈ ઉભા હતા ત્યારે શાપર જતી રિક્ષા મળી હતી.રિક્ષા ઢેબર રોડ પર થોડે આગળ પહોંચતા જ એકટીવા ઉપર ઘસી આવેલા એક શખ્સે રિક્ષાની આગળ એકટીવા નાખી રિક્ષા ઉભી રખાવી રીક્ષા ચાલકને ગાળો ભાંડી,રાજેશભાઈને રિક્ષામાંથી બહાર કાઢી પોતાના એકટીવામાં બેસાડી સાથોસાથ કહ્યું કે હું ક્રાઈમ બ્રાંચમાં પોલીસવાળો છું,તને પુરી દઈશ.આ પછી ગેરવર્તન કર્યું હતું. ત્યારબાદ પોતાનું એકટીવા નાગરિક બેન્કની પાછળની શેરીમાં લઈ જઈ ત્યાં કેશ કરવાની ધમકી આપી નાણાં પડાવ્યા હતા.
રૂૂપિયા લુંટી લઈ કહ્યું કે જો ભૂતખાના ચોકમાં કયારેય દેખાયો તો તને પાડી દઈશ,હું પોલીસની ગાડીમાં નીકળ્યો ત્યારે તું લેડીઝ સાથે વાત કરતો હતો.આ પછી એકટીવા લઈ જતો રહ્યો હતો.તપાસ કરતા રૂા. 8,000ની લુંટ થઈ હતી.બાદમાં પોતાના વકિલને જાણ કર્યા બાદ પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચ્યા હતા.જયાંથી ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસ સક્રિય થતા સીસીટીવી કેમેરા વગેરેના આધારે ભક્તિનગર પોલીસે આરોપીની ઓળખ મેળવી ધરપકડ કરી હતી.આરોપીના કૌટુંબિક પોલીસમાં હોય જેથી પોતે રોફ જમાવતો હોવાનું હાલ પૂછપરછમાં બહાર આવ્યું છે.

Tags :
crime branchgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement