કુકાવાવના દેવળિયામાં ચા બનાવતી વેળાએ દાઝેલા પ્રૌઢાનો જીવનદીપ બુઝાયો
સાયલાના સડિયાણીમાં યુવતીનો એસિડ પી આપઘાતનો પ્રયાસ
કુકાવાવનાં દેવળીયા ગામે પાંચ દિવસ પુર્વે ચા બનાવતી વખતે દાઝેલા પ્રૌઢાનુ સારવારમા મોત નિપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કુકાવાવનાં દેવળીયામા રેહતા જયાબેન મનજીભાઇ સોંદરવા નામનાં 54 વર્ષનાં પ્રૌઢા પાંચ દિવસ પુર્વે સવારનાં છએક વાગ્યાનાં અરસામા ગેસનાં ચુલા ઉપર ચા બનાવતા હતા. ત્યારે અકસ્માતે દાઝી ગયા હતા.
ગંભીર રીતે દાઝી ગયેલા પ્રૌઢાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જયા તેમનુ સારવાર દરમિયાન મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
પ્રાથમીક પુછપરછમા મૃતક પ્રૌઢાને સંતાનમા પાંચ પુત્રી છે. પતિ - પત્ની ખેત મજુરી કરી પરીવારનુ ગુજરાન ચલાવતા હતા ગેસ ઉપર ચા બનાવતી વખતે અકસ્માતે દાઝી જતા જયાબેન સોંદરવાનુ મોત નિપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમા સાયલાનાં સડીયાણી ગામે રહેતી રમીલાબેન રામાભાઇ પરમાર નામની 21 વર્ષની યુવતી ત્રણ દિવસ પુર્વે પોતાનાં ઘરે હતી ત્યારે કોઇ અગમ્ય કારણસર એસીડ પી લીધુ હતુ .યુવતીને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી.
ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.