સ્લમ ક્વાર્ટરમાં માનસિક બીમારીથી કંટાળી જાત જલાવી લેનાર યુવતીનો જીવન દીપ બુઝાયો
શહેરના જામનગર રોડ પર આવેલા સ્લમ કવાર્ટરમાં રહેતી યુવતીએ માનસિક બિમારીથી કંટાળી કેરોસીન છાંટી જાત જલાવી લેતા તેણીને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
જાણવા મળતી વિગત મુજબ શહેરમાં જામનગર રોડ પર આવેલા સ્લમ કવાર્ટરમાં રહેતી નરગીસ મહમ્મદ સબીર શેખ (ઉ.વ.18) નામની યુવતીએ આજે સવારે પોતાના ઘરે જાતે શરીરે કેરોસીન છાટી દિવાસળી ચાપી લેતા તેણી શરીરે ગંભીર રીતે દાઝી ગઇ હતી. ગંભીર રીતે દાઝી ગયેલી યુવતીને માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયા બર્ન્સ વિભાગમાં તેણીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પ્રાથમિક તપાસમાં નરગીસ ત્રણ ભાઇ ત્રણ બહેનમાં મોટી અને મુળ બિહારની વતની હોવાનુ જણાવા મળ્યુ છે. તેણીએ માનસિક બિમારીથી કંટાળી આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
