For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આરંભડાના શખ્સને એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે દબોચી લીધો

11:01 AM Mar 05, 2024 IST | admin
આરંભડાના શખ્સને એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે દબોચી લીધો

Advertisement

ઓખા મંડળ વિસ્તારમાં સ્થાનિક ગુના શોધક શાખાના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ, અરજણભાઈ મારુ તથા ડાડુભાઈ જોગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા મહેકભા મુળુભા કેરના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવતા સ્થળેથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 192 બોટલ મળી આવી હતી. જો કે આ સ્થળે આરોપી મહેકભા કેર મળી ન આવતા આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે રૂપિયા 76 હજારની કિંમતની 192 દારૂની બાટલીઓ કબજે લઈ, ફરારી શખ્સ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા, પી.એસ.આઈ. એ.એલ. બારસીયા, બી.એમ. દેવમુરારી, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર , ડાડુભાઈ જોગલ, સચિનભાઈ, ક્રિપાલસિંહ, હસમુખભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement