For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરૂ, તાપમાન 6 ડિગ્રી સુધી ગગડ્યું

12:03 PM Feb 10, 2024 IST | Bhumika
ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરૂ  તાપમાન 6 ડિગ્રી સુધી ગગડ્યું

ઉત્તર ભારતમાં બર્ફીલી હવાની અસર ગુજરાતમાં, નલિયા 9.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

Advertisement

શિયાળો હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી રહ્યો છે જોકે, ગુજરાતમાં ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરુ થઈ ગયો છે. ગુજરાતમાં ત્રણથી છ ડિગ્રી જેટલો ઠંડીનો પારો ગગડ્યો હતો. ઉત્તર ભારતમાં બર્ફીલી હવાઓ ફૂંકાવાના કારણને ગુજરાતમાં ઠંડીનો પારો ફરી ગગડ્યો છે. નલિયામાં ગુરુવારની તુલનાએ શુક્રવારે છ ડિગ્રી તાપમાન ઘટ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અહીં દિવસ દરમિયાન તડકો રહેશે. તીવ્ર સૂર્યપ્રકાશને કારણે તાપમાનમાં પણ વધારો થશે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે સૂર્યપ્રકાશને કારણે તાપમાનમાં વધારો થશે.

ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરુ થઈ ગયો છે. શુક્રવારે નલિયામાં છ ડિગ્રી જેટલો ઠંડીનો પારો ગગડ્યો હતો. ગુજરાતમાં 9.3 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન વચ્ચે ઠંડી નોંધાઈ હતી. 9.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા રાજ્યનું ગરમ શહેર રહ્યું હતું.

Advertisement

જો કે હજુ પણ સવાર અને સાંજ ઠંડી રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અહીં દિવસ દરમિયાન તડકો રહેશે. તીવ્ર સૂર્યપ્રકાશને કારણે તાપમાનમાં પણ વધારો થશે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે સૂર્યપ્રકાશને કારણે તાપમાનમાં વધારો થશે. આકાશ સ્વચ્છ રહેશે જેના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. આ સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે રહેશે.

શુક્રવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 6.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતાં બે ડિગ્રી ઓછું છે. આઇએમડી દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, શુક્રવારે રાત્રે 8:30 વાગ્યે ભેજનું પ્રમાણ 82 ટકા નોંધાયું હતું.

રાજસ્થાનમાં છેલ્લા કેટલાય દિવસોથી પડી રહેલા વરસાદ અને ઝરમર વરસાદને કારણે અનેક વિસ્તારો ફરી એકવાર શીતલહેરથી લપેટાઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફતેહપુરમાં ગઈકાલે રાત્રે લઘુત્તમ તાપમાન 1.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા ઘણા દિવસોથી વરસાદ અને ઝરમર વરસાદને કારણે ઠંડીમાં ફરી એકવાર વધારો થયો છે.

14મીએ વરસાદ પડી શકે છે

હવામાન વિભાગનું કહેવું છે કે આવતા અઠવાડિયે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હીના વિવિધ વિસ્તારોમાં 14 ફેબ્રુઆરીએ વરસાદ પડી શકે છે. તાપમાનમાં ઝડપથી વધારો ન થવાનું આ પણ એક કારણ છે. તે જ સમયે, દિલ્હીમાં સૂર્યપ્રકાશ અને તેજ પવનને કારણે અહીંના લોકો લાંબા સમય પછી સ્વચ્છ હવામાં શ્વાસ લઈ રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement