રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં મેઘરાજાની રમઝટ, સૌથી વધુ પોરબંદરમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ મેઘમહેર થઇ છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પોરબંદરમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. કલ્યાણપુરમાં 10 ઈંચ વરસાદ વરસ્યો. તો કેશોદ અને વંથલીમાં છેલ્લા બે કલાકમાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.
આ સિવાય છેલ્લા 24 કલાકમાં પોરબંદર તાલુકામાં 14 ઈંચ, દ્વારકાના કલ્યાણપુરમાં સાડા 10 ઈંચ, પોરબંદરના રાણાવાવમાં સાડા નવ ઈંચ, ગીર સોમનાથના પાટણ વેરાવળમાં પોણા આઠ ઈંચ, જૂનાગઢના કેશોદમાં પોણા આઠ ઈંચ, જૂનાગઢના વંથલીમાં સાત ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં સાડા છ ઈંચ, જૂનાગઢના માણાવદરમાં સાડા છ ઈંચ, પોરબંદરના કુતિયાણામાં પોણા છ ઈંચ, જામનગરના જામજોધપુરમાં પોણા છ ઈંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા. સવારે 6થી 8 વાગ્યાથી સુધીમાં 40 તાલુકામાં વરસાદ પડ્યો હતો. કેશોદમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ વરસ્યો. જૂનાગઢ જીલ્લામાં મોડી રાતથી અવિતર વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં 1.5 થી સાડા સાત ઈંચ વરસાદ પડ્યો હતો.