ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કઠલાલના જમાદાર હપ્તા લે છે, શહેરમાં ખુલ્લેઆમ દારૂ, નશીલા પદાર્થનું વેચાણ

04:20 PM Feb 22, 2025 IST | Bhumika
Advertisement

ખેડાના કઠલાલમાં ખુલ્લેઆમ વેચાતા દારૂૂ મુદ્દે કઠલાલ નગરપાલિકાના ભાજપ શાસક અને કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ ભાવસારે ગૃહ મંત્રી હર્ષ સંઘવીના ફેસબુક પેજ પર કોમેન્ટ કરીને આરોપ લગાવ્યો કે પોલીસ દારૂૂના વ્યવસાયમાં સંકળાયેલી છે. કઠલાલ પોલીસના ડી સ્ટાફ જમાદાર મૂળજી રબારી હપ્તા લે છે એવા જાહેરમાં આરોપો કર્યા છે.

Advertisement

જીગ્નેશભાઈ ભાવસારે ગૃહ મંત્રી હર્ષ સંઘવીના ફેસબુક પેજ પર કોમેન્ટ કરી કે અમારા કઠલાલ શહેરમા ખુલ્લેઆમ દારુ તથા નશીલા પદાર્થનુ પોલીસ કર્મચારી ડી સ્ટાફ જમાદાર મુરજીભાઈ રબારી હપ્તા લઈ વેચાણ કરાવી રહ્યા છે તો એ સદંતર બંધ કરાવો. હું કઠલાલ નગરપાલિકામાં ભાજપ શાસિત નગરપાલિકામા કારોબારી ચેરમેન પદ ઉપર છું. મારા કઠલાલ શહેરનુ યુવાધન બરબાદ થઈ રહ્યુ છે, આ ડી સ્ટાફ જમાદાર હપ્તા લઈ ખુલ્લેઆમ વેચાણ કરવા દે છે એની બદલી કરો એવી આપને નમ્ર વિનંતી છે.

આ પોસ્ટ કર્યા બાદ કઠલાલ શહેર અને ખેડા પોલીસમાં ચર્ચાનો મુદ્દો બની ગયો હતો જે બાદ જીગ્નેશભાઈ ભાવસારે ફરી એક પોસ્ટ કરી કે મોટા નેતાઓના આગળ પાછળ ફરવું એના કરતા તો તમારા કેરિયરમાં વ્યસ્ત બનો.

કોઈપણ પાર્ટી નો મોટો નેતા ફક્ત તમારી સાથે મીઠુ બોલીને એની વાહવાહી કરવા માટે જ તમારો ઉપયોગ કરશે.

ભાજપના ના જ જવાબદાર હોદ્દેદાર દ્વારા કરવામાં આવેલી કોમેન્ટ અગાઉ ખેડામાં નડિયાદ શહેરમાં દારૂૂ પીવાને કારણે 3 લોકોના મોત થયા હતા. જેમાં પોલીસ દ્વારા એવું નિવેદન કરવામાં આવ્યું હતું કે મરણ જનાર ઈસમો જીરા સોડા પીધી હતી, પરંતુ તે કેસમાં મરણ જનાર લોકોએ દારૂૂ પીધો હોય એ મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

Tags :
gujaratgujarat newskhedapolitcal newsPolitics
Advertisement
Next Article
Advertisement