રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઝનાનામાં લેડી ડોક્ટરે પ્રસુતાને ધબ્બા માર્યા?

03:54 PM Jul 22, 2024 IST | admin
oplus_32
Advertisement

કેથેટર મૂકવાની દર્દીએ ના પાડતા તબીબે પિત્તો ગુમાવ્યો, પોલીસ બોલાવતા લેડી ડોક્ટર ગુમ

Advertisement

વિવાદોના વમળમાં રહેતી સિવિલ હોસ્પીટલ બાદ હવે શહેરની ઝનાના હોસ્પિટલ પણ તઘલખી તબીબી સ્ટાફને લીધે વગોવાઇ રહી હોવાના બનાવો બની રહ્યા છે. ચાર દિવસ પહેલા ઝનાના હોસ્પીટલમાં ભાયાવદરની પ્રસુતા સાથે ફરજ પરના મહીલા તબીબે દાખવેલા અમાનવિય વર્તનની જાણકારોમાં ટીકા થઇ રહી છે. બનાવ બાબતે પ્રસુતાના પતિએ પોલીસને જાણ કરતા તા.18/7/24 થી ગેરવર્તન કરનાર મહીલા તબીબ ભુગર્ભમાં ઉતરી ગયાનું પ્રસુતાના પતિએ જણાવ્યું હતું.

બનાવની મળતી વિગતો મુજબ ભાયાવદરના અનુસુચિત જાતિના સંજયભાઇ સોલંકીના પત્ની રાધિકાબેનને પ્રસવ વેદનાની સારવાર માટે ગત તા.18ના રોજ ઝનાના હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. જો કે 7 માસનો ગર્ભ હોવાથી અને આંચકી જેવી બિમારીની સારવાર લેવાનું માની રાધિકાબેનને ઝનાનામાં દાખલ કરાયા હતા.
દરમિયાન રાધિકાબેનને સારવારમાં યુરિનલ નળી મુકવાની થતી હોય ફરજ પરના તબીબે તે અંગેની સારવાર શરૂ કરવાનું કહેતા રાધિકાબેને ના પાડતા દર્દીની હાલત સમજવાને બદલે મહીલા તબીબે ધડાધડ બે ધબ્બા રાધિકાબેનને મારી દીધા હોવાનું સંજયભાઇ સોલંકીએ જણાવ્યું હતું.

દરમિયાન પીસીઆર વાનને બોલાવાતા પ્રસુતા સાથે ગેરવર્તન કરનાર મહીલા તબીબ રફુચક્કર થઇ ગયાનુું રાધિકાબેનના પતિ સંજય સોલંકીએ ‘ગુજરાત મિરર’ને જણાવ્યું હતું.

પ્રસુતાના પતિએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ફરજ પરના મહિલાએ ‘તમારે મરવું જ હતું તો અહીં શું કામ આવ્યા? ઘરે મરવું’તુંને’ તેવા અણછાજતા શબ્દો ઉચ્ચારી માનવતા કોરાણે મુકી હતી. જાણકારોમાં આ બનાવની ભારે ચકચાર જાગી છે.

Tags :
gujaratgujarat newsjananahospitalladydoctorrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement