For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘કડિયા સાસી’ ગેંગ ચોરીનો માલ વતનમાં મૂકી આવી ફરીથી નવો શિકાર શોધતી

05:06 PM Mar 14, 2024 IST | Bhumika
‘કડિયા સાસી’ ગેંગ ચોરીનો માલ વતનમાં મૂકી આવી ફરીથી નવો શિકાર શોધતી
  • એક સગીર સહિત છ શખ્સોની પૂછપરછમાં 41 ગુનાના ભેદ ઉકેલાયા: રૂા.21 લાખનો મુદ્દામાલ જપ્ત
  • ક્રાઇમ બ્રાન્ચ એકવાર મધ્યપ્રદેશ જઇ વેશપલટો કરી ફરી પરંતુ સફળતા ન મળી
  • ઘરેણાં-રોકડની ચોરી કર્યા બાદ ગેંગના સભ્યો હાઇવે પરની હોટેલો પાસે જ કાર પાર્ક કરી તેમાં જ સૂઇ જતા!

લગ્ન પ્રસંગોમાં મહેમાન બની દાગીના અને રોકડ સહિતની ચોરી કરી તરખાટ મચાવનાર મધ્યપ્રદેશની આંતરરાજય કડિયા સાસી તરીકે ઓળખાતી ગેંગના 6 સભ્યોને રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા છે.આ ગેંગે રાજકોટમાં બે, સુલતાનપુરમાં એક અને અન્ય રાજયોમાં મળી 41થી વધુ ગુના કબુલ્યા છે.ક્રાઈમ બ્રાંચે આ ગેંગ પાસેથી રૂૂા. 21લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Advertisement

વધુ વિગતો મુજબ,નવા 150 ફૂટ રીંગ રોડ પર આવેલા અર્જુન પાર્ટી પ્લોટ અને ઘંટેશ્વર પાર્કમાં યોજાયેલા લગ્ન સમારોહમાંથી લાખોની મત્તાની ચોરી થઈ હતી.જે અંગે તાલુકા અને ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.જેના આધારે ક્રાઈમ બ્રાંચે પણ તપાસ શરૂૂ કરી હતી.ક્રાઈમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ,એસીપી ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ જુદી-જુદી ટીમો કામ કરતી હતી.

આખરે ક્રાઈમ બ્રાંચની તપાસમાં મધ્યપ્રદેશના રાજગઢ જીલ્લાના કડિયા ગામ અને તેની આજુબાજુમાં રહેતી અન કડિયા સાસી તરીકે ઓળખાતી ગેંગની સંડોવણી ખુલી હતી.જેથી આ ગેંગને પકડવા માટે ક્રાઈમ બ્રાંચના પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ ડી.સી.સાકરીયા સહિતની ટીમને મધ્યપ્રદેશ પણ મોકલવામાં આવી હતી.પરંતુ સફળતા મળી ન હતી.આખરે ગેંગના સભ્યો ગુનો કરવા ફરીથી રાજકોટ આવી રહ્યાની માહિતી મળતા ક્રાઈમ બ્રાંચે માલીયાસણ પાસેથી ઝડપી લીધા હતા.જેમાં એસકુમાર ધરમસિંહ સીસોદીયા,સોનુ ઉર્ફે દિપક ભેરૂૂસિંહ સીસોદીયા,વિવેક જયનારાયણ સીસોદિયા,ઋત્વિક ઉર્ફે કાલા ઉર્ફે મહેશ ઉર્ફે ઝીંગા સીસોદીયા,ગોમતી દિલીપસિંહ સીસોદીયા અને એક કિશોરનો સમાવેશ થાય છે.

Advertisement

ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે,આ ટોળકી સ્વીફટ કારમાં કોઈપણ શહેરમાં યોજાતા લગ્નપ્રસંગમાં ચોરી કરવા માટે જતી હતી.સાથે કિશોર કે કિશોરીને રાખતી હતી.આ બેમાંથી કોઈપણ એકને લગ્નને અનુરૂૂપ કપડા પહેરાવી લગ્ન સમારોહમાં મોકલતી હતી સાથે ટોળકીનો એક સભ્ય ગાઈડ તરીકે જતો હતો.મહેમાનો વચ્ચે ભળી જઈ કિશોર કે કિશોરી મોકો જોઈ વર-ક્ધયા નજીક પડેલી કિંમતી મત્તા સાથેની બેગ કે પર્સ ચોરી લેતાં હતા.જો પકડાઈ જાય તો સાથે રહેલો ગાઈડ વચ્ચે પડી બાળક છે જવા દો તેમ કહી છોડાવી લેતો હતો.આ ગેંગના સભ્યો સમય અનુકૂળ ન હોય તો કારમાં જ સુઈ જતા હતા.તેમજ પોતાના વતન જઈ ચોરીનો મુદ્દામાલ મુકી ફરીથી બીજો ગુનો કરવા નીકળી પડતા હતા.ક્રાઈમ બ્રાંચે ટોળકીના સભ્યો પાસેથી રાજકોટના બે ઉપરાંત સુલતાનપુરના ગુનાનો મળી રૂૂા.15 લાખનો મુદ્દામાલ, ગુનામાં વપરાયેલી સ્વીફટ કાર, બે મોબાઈલ ફોન અને રોકડા રૂૂા.4650 મળી રૂૂા.21 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ગેંગ કારનો ઉપયોગ કરતી હોય,ફાસ્ટેગના આધારે ક્રાઈમ બ્રાંચે ટ્રેક કરી અને સફળતા મળી

પત્રકાર પરિષદમાં ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે,મધ્યપ્રદેશના રાજગઢ જીલ્લાના પચોર તાલુકામાં કડિયા નામનું ગામ છે.જયાં સ્થાનિક પોલીસ અધિકારીઓ જતાં પણ સો વખત વિચાર કરે છે.આ ગેંગને પકડવા માટે સ્થાનિક પોલીસનો સહયોગ બહુ મળ્યો નહતો. ગેંગના સભ્યો જે સ્વીફટ કારનો ઉપયોગ કરતા હતા.તેના ફાસ્ટેગના આધારે ગેંગને ટ્રેક કરી ઝડપી લેવાઈ હતી. ઘણાં દિવસો સુધી ક્રાઈમ બ્રાંચના સભ્યોએ દિવસ-રાત જોયા વગર મધ્યપ્રદેશમાં વેશ પલટો કરી રોકાઈ હતી.

ગેંગે ગુજરાત સિવાય રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં પણ ચોરી કરી

કડિયા સાસી ગેંગે ગુજરાતના રાજકોટ, સુલતાનપુર, સુરત, જાંબુઆ અને ગોંડલ સહિતના વિસ્તારોમાં ગુના કબુલ્યા છે. આ ઉપરાંત આ ટોળકીએ મુખ્યત્વે મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, ગુરૂૂગ્રામ, મહારાષ્ટ્રના નાસીક, માલેગાંવ, ઉત્તરપ્રદેશના મથુરા સહિતના વિસ્તારોમાં ગુનાની કબુલાત આપી છે.

લગ્ન સમારોહમાં આવતા અજાણ્યા મહેમાનોની ખરાઈ કરો:ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ

ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલે લોકોને લગ્નસમારોહમાં પોતાના કિંમતી સામાન પ્રત્યે બેદરકારી નહીં રાખવા અને અજાણ્યા મહેમાનોની પુરતી ખરાઈ કરવા તાકીદ કરી છે.આ ઉપરાંત એન્ટ્રી-એકઝીટ ગેઈટ પર સીસીટીવી કેમેરાઓ મુકવા પણ જાણ કરી છે. કારણ કે ગુજરાત પબ્લિક સેફટી અધિનિયમની જોગવાઈ મુજબ 1000 કે તેના કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થાય તેવા સ્થળોએ સીસીટીવી કેમેરા, મેટલ ડિટેકટર, બેગ સ્કેનર વગેરેની વ્યવસ્થા કરવી ફરજિયાત છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement