For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિક્ષકોને ચૂંટણી સંબંધી કામગીરી સોંપવાનો મુદ્દો ફરિયાદ નિવારણ કાર્યક્રમ સુધી પહોંચ્યો

03:50 PM Oct 04, 2024 IST | Bhumika
શિક્ષકોને ચૂંટણી સંબંધી કામગીરી સોંપવાનો મુદ્દો ફરિયાદ નિવારણ કાર્યક્રમ સુધી પહોંચ્યો
Advertisement

શિક્ષકોને ચુંટણી સંબંધી કામગીરી સોંપવાનો મામલો હવે મુખ્યમંત્રી સુધી જિલ્લા કક્ષાના સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં પહોંચ્યો છે.

બીએલઓ હિતરક્ષક સમિતિએ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં રજુઆત કરી છે કે શિક્ષણના હિતમાં કોઈ પણ શાળાના ગણિત વિજ્ઞાન, અંગ્રેજી વિષયના શિક્ષકોને બીએલઓની ફરજ સોંપવી નહીં, તેવો રાજ્ય ચૂંટણી પંચનો પરિપત્ર હોવા છતા આપની કચેરીના મતદાન નોંધણી અધિકારીઓએ બીએલઓની નિમણૂકમાં રાજ્ય ચૂંટણી પંચના ઠરાવ અને નિયમનો ભંગ કરીને વિરાણી હાઇસ્કૂલના ચાર સાયન્સ-ઇંગ્લિશ ટીચરને ,જી.ટી.શેઠ વિદ્યાલયના બે શિક્ષક લાલબહાદુર શાસ્ત્રી સ્કૂલના ચાર શિક્ષક, કોટક સ્કૂલના ત્રણ શિક્ષકો તેમજ અન્ય 17 જેટલી શાળાઓના ગણિત વિજ્ઞાન અંગ્રેજી શિક્ષકોને છેલ્લા ચાર ચાર વર્ષથી બીએલઓની ફરજ સોપેલ છે.જેમાં ઘણા શિક્ષકો તો 56 વર્ષની ઉંમરના અને નિવૃત્તિને આરે છે. તેમજ આ બીએલઓને તેમના ઘરથી અંદાજે ચાર થી છ કિમી. અંતરે મતદાન મથક પર ફરજ સોપેલ છે. આથી તમામ દોષિત મતદાન નોંધણી અધિકારી/મામલતદાર સામે ચૂંટણી પંચના નિયમના ભંગ બદલ કડક કાર્યવાહી કરીને ફરજમોકૂફી સુધીની નોંધપાત્ર સજા કરવા માંગણી કરાઈ છે.

Advertisement

ફરીયાદમાં હિતરક્ષક સમિતિએ જણાવેલ છે કે, 15 વર્ષોથી બીએલઓને માસિક રૂૂ.500નું મશ્કરી સમાન વેતન મળે છે.15 વર્ષોમાં મોંઘવારી, કલેક્ટરોના પગાર, ચીજ વસ્તુઓના ભાવમાં ત્રણ ગણો વધારો થયો છે પરંતુ બીએલઓના વેતનમાં કોઈ વધારો થયો નથી અને સામે બીએલઓની કામગીરીમાં છેલ્લા 15 વર્ષોમાં પાંચ ગણો વધારો થયો છે. તેમજ બીએલઓની ફરજ એ સરકારી કર્મચારીની પોતાની ફરજ-નોકરી ઉપરાંતની વધારાની ડયુટી હોવા છતાં અને તે લોકપ્રતિનિધિત્વ ધારા હેઠળ ના હોવા છતા કલેક્ટર તંત્ર દ્વારા અવારનવાર બીએલઓને નોકરીમાંથી સસ્પેન્ડ કરવાની અને ગંભીર પગલાં લેવાની ધમકી આપવામાં આવે છે. જેથી ઘણા બીએલઓ કર્મચારીઑ ડિપ્રેશન, સ્ટ્રેસ, અનિદ્રાનો ભોગ બનીને બ્લડપ્રેશરના દર્દીઓ બની ચૂક્યાછે. ઘણા મહિલા કર્મચારીઓ આ ડબલ ફરજથી ભયભીત થઇને મતદાનમથક ઉપર જ ફસડાઈ પડે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement