For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના કિશોરની હત્યાની તપાસ અંતે સીબીઆઈને સોંપી

11:57 AM Aug 19, 2024 IST | Bhumika
મોરબીના કિશોરની હત્યાની તપાસ અંતે સીબીઆઈને સોંપી
Advertisement

9 વર્ષ જૂના ચકચારી નિખિલ ધામેચા હત્યા કેસમાં હાઈકોર્ટનો હુકમ

મોરબીમાં નવ વર્ષ પૂર્વે વર્ષ 2015માં નિખિલ ધામેચા નામના 14 વર્ષીય બાળકનાં અપહરણ બાદ હત્યા થયાની ચકચારી ઘટના સામે આવી હતી, જે કેસમાં હજુ આરોપીની ઓળખ પણ મળી નથી. આ કેસની તપાસ હવે CBIને સોંપવાનો હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. બનાવ સમયે આ કેસની તપાસ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે કરી હતી અને તે બાદ તપાસ CIDક્રાઈમને સોંપાઈ હતી. ત્યારે આ કેસમાં કોઈ નિવેળો ન આવતા વર્ષ 2020માં મૃતક બાળકનાં પિતાએ આ કેસની તપાસ CBI ને સોંપવાની હાઇકોર્ટમાં અરજી કરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં રહેતા અને દરજી કામ કરતા સામાન્ય પરિવારના 14 વર્ષીય નિખિલ પરેશભાઈ ધામેચાનું તપોવન વિદ્યાલયથી અજાણ્યા વ્યક્તિએ અપહરણ કર્યું હતું.

Advertisement

અપહરણ બાદ ત્રણ દિવસે બાળકની ક્રૂર રીતે હત્યા કરી મૃતદેહ મોરબીનાં રામઘાટ નજીક બાચકામાંથી મળી આવ્યો હતો. જે અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે તપાસ શરૂૂ કરી હતી અને તે બાદમાં તપાસ CIDક્રાઈમને સોંપાઈ હતી. પરંતુ, CCTV ફૂટેજ અને અન્ય તપાસ બાદ પણ આરોપીની ઓળખ સુદ્ધાં ન મળતાં મૃતક બાળકનાં પરિવારજનોએ તપાસ CBIને સોંપવા વર્ષ 2020 માં ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અરજીની સુનાવણી થતાં ગત તા. 16 ઓગસ્ટનાં રોજ તપાસ CBIને સોંપવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા હુકમ કરાયો છે. પોતાનાં માસૂમ બાળકનાં હત્યારાને CBI શોધી કાઢશે અને તેઓને ન્યાય મળશે તેવી આશા મૃતકના પિતા વ્યક્ત કરી રહ્યા છે.

મોરબીમાં રહેતા અને દરજી કામ કરી ગુજરાન ચલાવતા સામાન્ય પરિવારના 14 વર્ષનો એકના એક પુત્ર નિખીલ પરેશભાઈ ધામેચા તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો અને અભ્યાસ પૂર્ણ થયા પછી શાળાએથી છૂટ્યા બાદ તા. 15-12-2015 ના રોજ ભેદી સંજોગોમાં લાપતા થઇ ગયો હતો. તેની સાઇકલ પણ તેની શાળા નજીકથી રેઢી મળી આવી હતી. મોરબી એ ડિવિઝન પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂૂ કરી હતી.

બાળક એક એક્ટિવા પાછળ બેસીને જતો CCTVમાં દેખાયો
શાળાનાં એક વિદ્યાર્થીએ નિખીલને અજાણ્યા યુવક સાથે બાઇકમાં જતો જોયો હોવાનું જણાવ્યું હતું અને CCTV ફૂટેજમાં પણ નિખીલ જેવો જ બાળક એક એક્ટિવા સ્કૂટર પાછળ બેસીને જતો પોલીસને દેખાયો હતો. જો કે, ફૂટેજમાં બન્નેનાં ચહેરા ઝાંખા દેખાતા હોવાથી બાળક નિખીલ જ હતો કે અન્ય કોઇ તે કહેવું અશક્ય હતું. પોલીસે જુદી-જુદી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો. એ સમયનાં જઙ જ્યપાલસિંહ રાઠોડ અને ઉુજઙ રાજદીપસિંહ ઝાલા તેમ જ ઙઈં એન.કે. વ્યાસની ટીમે તપાસ કરી પણ કોઈ સફળતા મળી ન હતી.

કોથળામાંથી લાપતા નિખિલની હત્યા કરાયેલી લાશ મળી
ત્રણ દિવસ પછી રામઘાટ નજીકથી એક કોથળામાંથી લાપતા નિખીલની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. માસૂમ નિખીલની આડેધડ છરીનાં 11 જેટલા ઘા મારીને નિર્મમતાથી હત્યા કરી દેવામાં આવી હતી. નિખિલ કે તેના પરિવારને કોઇ સાથે દુશ્મનાવટ ન હતી. તેઓ સામાન્ય જીવન જીવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા અને ન તો આ ત્રણ દિવસમાં ખંડણી માટે કોઇ ફોન આવ્યા ન હતા તો બીજી બાજુ પોલીસને પણ કોઇ પુરાવાઓ પણ મળતા ન હતા. આ માસૂમની હત્યાનાં ભારે ઘેરા-પ્રત્યાઘાતો મોરબી શહેરમાં પડ્યા હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement