નર્મદા ડેમમાં ધોધમાર આવક સપાટી 117.52 મીટરે પહોંચી
બન્ને પાવર હાઉસ ચાલુ, 12,750 કયૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે મોટાભાગના જળાશયો અને નદી-નાળા છલકાયા છે. ચોમાસાની શરૂૂઆતમાં જ રાજ્યમાં સિઝનનો કુલ 40 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ખાસ વાત છે કે, ગુજરાત સહિત મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો છે. હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં 117.52 મીટરની જળસપાટી પહોંચી છે, જેના કારણે નર્મદાના મેઇન કેનાલમાં પાણીને છોડવામાં આવી રહ્યું છે.
નર્મદા નદી પર આવેલા સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાતા એલર્ટ આપવામાં આવ્યુ છે. હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 117.52 મીટર સુધી પહોંચી છે, ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 25,591 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે, પાણીના વધારાથી તંત્ર દ્વારા નર્મદા ડેમની મેઈન કેનાલમાં 12,750 ક્યૂસેક પાણીને છોડવામાં આવી રહ્યું છે.
ચાલુ વર્ષે પણ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ તેવી શક્યતાઓ છે. નર્મદા ડેમના બંને પાવર હાઉસ શરૂૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં છઇઙઇં ના 4 અને ઈઇંઙઇં નું 1 ટર્બાઇન હાલ ચાલુ છે જેના થકી 20 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.