રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જેઠાણી અને સાસુએ ચડાવતા પતિએ પત્નીના માથામાં કડું ઝીંક્યું

04:06 PM Jul 26, 2024 IST | admin
oplus_2097184
Advertisement

અયોધ્યા ચોક પાસે યોગરાજનગરનો બનાવ: સાસુ અને જેઠાણી ‘તું ગાંડી છો’ કહી ત્રાસ આપતા હોવાનો આક્ષેપ

Advertisement

શહેરના 150 ફૂટ રીંગ રોડ પર અયોધ્યા ચોક પાસે આવેલા યોગરાજ નગરમાં રહેતી મહિલાને એના પતિએ ઝઘડો કરી માથામાં કડુ ઝીકીં દેતા તેના ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જેઠાણી અને સાસુએ ચડામણી કરતા પતિએ ઝઘડો કરી માર માર્યોનું જણાવ્યું હતું.

જાણવા મળતી વિગત મુજબ, યોગરોજ નગર શેરી નં.2માં રહેતી ખીમીબેન રાજેશભાઇ કારેઠા (ઉ.વ.32) નામની મહિલા આજે સવારે પોતાના ઘરે હતી ત્યારે તેના પતિ રાજેશ કારેઠાએ ઝઘડો કરી હાથમાં પહેરેલું કડું માથામાં ઝીકી દેતા તેણી લોહી લુહાણ થઇ ગઇ હતી. જેના ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં તેના લગ્ન 10 વર્ષ પહેલા થયા હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર અને 3 પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, તેના સાસુ સોનીબેન અને જેઠાણી મીનાબેન છેલ્લા 10 વર્ષથી ‘તું ગાંડી છો’ તેમ કહીં ત્રાસ આપતા હોય અને આજે જેઠાણી અને સાસુએ પતિની ચડામણી કરતા પતિએ ઝઘડો કરી માર માર્યાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
attactfightgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement