પતિએ જ ગૃહકલેશથી પત્નીની હત્યા કરી લૂંટ કર્યાની ખોટી સ્ટોરી ઘડી’તી
જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડિંગ પાછળ આવેલા શિવસાગર પાર્કમાં રહેતા હેમાલીબેન અલ્પેશભાઈ વરૂૂ (ઉ.વ.35)ની લોહીથી લથબથ હાલતમાં લાશ તેના જ ઘરમાં પડી હોવાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસના પીઆઇ બી.પી.રજીયા તેમજ ક્રાઈમ બ્રાંચના પીઆઇ બી.ટી.ગોહિલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.તેમના મૃતદેહનું ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.યુનિવર્સિટી પોલીસે મૃતકના પતિની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે લૂંટ અને હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.તેમજ પતિ પર જ શંકા જતા તેની સઘન પૂછપરછ બાદ તે ભાંગી પડ્યો હતો અને પત્નીની ગૃહકલેશને કારણે હત્યા નિપજાવી હતી.
આ બનાવમાં પોલીસે મૂળ કેશોદના વતની અને હાલ મિસ્ત્રી કામ કરતા મૃતકના પતિ અલ્પેશભાઇ પરસોતમભાઈ વરૂૂની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે લૂંટ અને હત્યા સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધાયો હતો.અલ્પેસે ફરિયાદમાં જણાવ્યું હતું કે,છેલ્લા સાતેક મહીનાથી ભાડાના મકાનમાં રહે છે.તૈયાર રૈયારોડ પર ચંદનપાર્ક ખાતે બે દિવસથી મીસ્ત્રી કામ કરૂ છુ.તેમણે લગ્ન છ એક વર્ષ પહેલા હેમાલીબેન સાથે કર્યા હતા.હેમાલીબેન મવડી ચોકડી પાસે પેટ્રોલ પંપ બાજુમા પંદર વીસ દિવસથી ટુર બુકીંગ ઓફીસમા કામ કરતા હતા.તા.14ના રોજ વહેલી સવારના ત્રણેક વાગ્યે કેશોદ મુકામે મારા મોટાબા દિવાળીબેન વરૂૂ મરણ ગયા હોય જેથી મારા મમ્મી ને વહેલી સવારે કેશોદ જવાનુ હોય તેમને ઉતારવા માટે ગયેલ હતો.બાદમાં પતિ પત્ની કામે જતા રહ્યા હતાં.
બાદમાં બપોરે ઘરે ત્રણેય જમી લીધા બાદ હું પાછો મારા કામ ઉપર ચંદનપાર્ક ગયો હતો.પત્નીને પાંચેક કોલ કર્યા બાદ ન ઉપાડતા ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા ત્યાં પત્ની લોહી લુહાણ પડી હતી.ઘરનો સમાન વેરવિખેર હતો આ જોઈ આજુ બાજુમાં લોકોને જાણ કરી હતી.તેમજ અંદર સામાન વેરવિખેર હાલતમાં હતો.આ સમગ્ર ઘટનામાં મહિલાની હત્યા પાછળ તેમના પતિ જ શંકા ના દાયરામાં હોવાનું જણાતા પોલીસે તેમની સઘન પૂછપરછ આદરી હતી આ મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે,ગૃહ કલેશના કારણે પતિએ જ પત્નીની હત્યા કરી પોતાના કામે જતો રહ્યો હતો અને ત્યાંથી આવીને લૂંટની ખોટી સ્ટોરી ઘડી પોલીસને ગેર માર્ગે દોર્યા હતા.