For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૈયા રોડ પર લુખ્ખાઓનો આતંક: ફ્રૂટના વેપારીની હત્યાનો પ્રયાસ

06:15 PM Dec 23, 2024 IST | Bhumika
રૈયા રોડ પર લુખ્ખાઓનો આતંક  ફ્રૂટના વેપારીની હત્યાનો પ્રયાસ

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે.ત્યારે રૈયા રોડ પારિજાત સોસાયટીમાં રહેતા ફ્રુટના વેપારીને રીક્ષામાં ઘસી આવેલ ત્રિપુટીએ દોડાવી દોડાવી છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતાં યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ક્રાઈમ બ્રાન્ચે બે શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી શરૂૂ કરી છે. ઝડપાયેલા આરોપીઓનું ઘટના સ્થળે સરઘસ નીકળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં.

Advertisement

વધુ વિગતો અનુસાર,રૈયારોડ પર આર.એમ.સી ક્વાર્ટર નં.412 આલાપ ગ્રીન સિટી આગળ તુલસી સુપર માર્કેટ સવનની સામે રહેતાં અંકિતભાઈ ભીખુભાઈ સોલંકી (ઉ.વ.20) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અહેમદ હુસેન કાદર કટારીયા (રહે.આર.એમ.સી ક્વાર્ટર નં.412), અમીન કાદર કટારીયા અને નવાબ ફઝલ શેખ (રહે. બંને શિવપરા, રૈયા રોડ) નું નામ આપતાં યુની. પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે,તે આલપ ગ્રીન સિટી પાસે ફ્રુટનો વેપાર કરે છે.ગઈકાલે બપોરના સમયે તે ઘરે જમવા માટે ગયો હતો ત્યારે ઘર પાસે તેમના કાકી નીતાબેન સાથે કોઈ અજાણ્યા મહિલા ઝઘડો કરતા હતા.ત્યારે ત્યાં એક છોકરો હતો,જેને ત્યારે સમજાવ્યો અને સમાધાન કરાવ્યું હતું.

બાદમાં કાકીને પૂછતા તેમને કહેલ કે,તેમનો દીકરો જયેશ દુકાને ભાગ લેવા ગયો ત્યારે ત્યાં અજાણી વ્યક્તિ રિક્ષા લઈ આવેલો અને તેણે જયેશના પગની બાજુમાંથી રીક્ષા ચલાવતા સામાન્ય ઈજા થઈ હતી.જેથી તે બાબત કાકી રિક્ષાવાળાને કહેવા જતા ઝઘડો થયો હતો.ત્યારબાદ તે જમી ને તરત જ ફ્રૂટની રેકડી કાઢવાની હોય જેથી આલાપ ગ્રીન સીટી ચોકમાં રેકડીમાં ફ્રુટ ભરતો હતો ત્યારે તેમની સાથે કામ કરતા અજય સાથે ફ્રુટ ભરતા હતા ત્યારે એક રીક્ષા આવી હતી.જેમાં એક વ્યક્તિ રિક્ષા ચલાવતો હતો અને તેની પાછળ બે વ્યક્તિ બેઠેલા હતા.જે બંને નીચે ઉતરી હાથમાં ખુલ્લી છરી લઈ આવી તને આજે જીવતો નથી રહેવા દેવો કહી પાછળ મારવા દોડતા તે રેકડી લઇ ભાગવા લાગ્યો હતો.દરમિયાન ત્રણેય શખ્સો રિક્ષામાં બેસી પાછળ થતા યુવાન દોડીને પારિજાત સોસાયટી શેરીમાં પહોંચ્યો ત્યારે રિક્ષામાં બેસી પાછળ આવતા બંને શખ્સો પહોંચી ગયા હતા અને ત્યારે પાછળ તેમને છોડાવવા અજય આવ્યો હતો.ત્યારે હુમલાખોરોએ બંને યુવાન પર છરીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

બાદમાં બનાવ સ્થળે લોકો એકઠાં થતાં આરોપીઓ રીક્ષામાં નાસી છૂટ્યા હતાં અને ગંભીર રીતે ઘવાયેલા ફરિયાદી અને તેની સાથેના યુવાનને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ હતાં.બનાવ અંગે યુની. પોલીસે ગુનો નોંધી પીઆઈ એચ.એન.પટેલ અને ટીમે કાર્યવાહી કરી હતી તે દરમિયાન ક્રાઇમબ્રાન્ચના પીએસઆઈ એ.એન.પરમાર,ગોપાલભાઈ પાટીલ અને અર્જુનભાઈ ડવે અમીન કટારીયા(ઉ.19) અને એક સગીરને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement