For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હિરણના પૂરના પાણી ત્રિવેણી ઘાટ અને સ્મશાનમાં ફરી વળ્યા

11:09 AM Jul 22, 2024 IST | admin
હિરણના પૂરના પાણી ત્રિવેણી ઘાટ અને સ્મશાનમાં ફરી વળ્યા

શિતળા માતાજીના મંદિર અને મીઠાપુર ગામનો રસ્તો બંધ તેમજ પાંચ પીર દરગાહ ફરતે પાણી

Advertisement

સોમનાથ વિસ્તારમાં સાવારના નવ કલાકના અરસામાં જોરદાર મુશળધાર વરસાદ વરસતા અને હિરણ ડેમ ના દરવાજા ખોલતા હિરણ નદી બે કાંઠે વહેતી હતી અને તેનો ધસમસતો પાણીનો પ્રવાહ કાજલી માર્કેટીંગ યાર્ડની બાજુમાં આવેલ હિરણ નદીનો પુલ નિચેથી પસાર થતો હતો આ પાણીના પ્રવાહને જોવા લોકો ઉમટી પડ્યા હતા જેથી પાણીથી દુર રહેવા પોલીસ દ્વારા હિરણ નદી ના નીચા પુલ ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવેલ જેથી પાણી થી લોકો દુર રહે આ પાણી મીઠાપુર ગામ અને પ્રાચીન સીતળા માતાજી મંદિર તરફ જતા રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા તેમજ પાંચ પીર દરગાહ ફરતે પાણી ફરી વળ્યા હતા. આ હિરણ નદીની સાથે સરસ્વતી અને કપીલા નદીઓમાં પણ પુર હોવાથી સોમનાથ ત્રિવેણી સંગમમાં પાણી ભરાવાથી ત્રિવેણી ઘાટ અને સ્મશાનમાં પાણી ફરી વળ્યા હતા અને આ ધસમસતો પાણીનો પ્રવાહ દરિયામાં જતો હતો જેને જોવા મળેલ ત્રિવેણી સંગમની આજુબાજુ પણ લોકો પાણી જોવા ટોળા ઉમટ્યા હતા.

સોમનાથથી ત્રિવેણી સંગમ જતા રોડ ઉપર વરસાદનું પાણી ફરી વળતા યાત્રિકોને ગોઠણ ગોઠણમાં પાણીમાંથી પસાર થવું પડે છે આવા વરસાદમાં દર્શનાાર્થીઓએ સોમનાથ મહાદેવના દર્શનના લાભની મોજ માણી હતી સાગર દર્શનથી સોમનાથ જતો રસ્તો વરસાદી પ્રવાહનું પાણી ભરાતા બાળકો માટે મીની હોજ બન્યો છે જેમાં આનંદ કિલ્લોલ સાથે પલળી પાણીમાં રમઝટ બોલાવી મેઘરાજાની મોજ લઈ રહ્યા છે સાગર દર્શનથી સોમનાથ જતા રસ્તો કે જે જૂની સેન્ટ્રલ બેન્ક વાળો રસ્તા તરીકે ઓળખાય છે ત્યાં ટ્રસ્ટ અને નગરપાલિકાએ પાણી ન ભરાય તે માટે મહેનત તો કરી છે પણ પરિણામ શૂન્ય છે અને ગટરના પાણી નગરપાલિકાની સાફ-સફાઈ અભાવે રોડ ઉપર ફરી વળે છે તેથી રસ્તા ઉપર કિચડ અને સોમનાથ દર્શને જતા યાત્રી કોને ગંદા પાણીમાં મજબૂરીથી પસાર થઈ સોમનાથ મંદિરે દર્શને કરવા જવા જવું પડે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement