For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાવ બેઠકના પ્રતિષ્ઠાના જંગમાં પ્રારંભે કોંગ્રેસ આગળ

11:14 AM Nov 23, 2024 IST | Bhumika
વાવ બેઠકના પ્રતિષ્ઠાના જંગમાં પ્રારંભે કોંગ્રેસ આગળ
Advertisement

પ્રથમ પાંચ રાઉન્ડમાં કોંગ્રેસને લીડ, અપક્ષ માવજી પટેલ ભાજપ ઉપર ભારે પડી રહ્યા છે

બનાસકાંઠા જિલ્લાની વાવ ધારાસભા બેઠકની પેટા ચૂંટણીના આજે પરિણામો જાહેર થઈ રહ્યા છે. ત્યારે પ્રારંભિક મત ગણતરીમાં આહાઈવોલ્ટેજ બેઠક ઉપર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત પ્રારંભિક તબક્કામાં આગળ હોવાનું જાણવા મળે છે. પ્રથમ રાઉન્ડથી જ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આળ નિકળી ગયા હતાં. જ્યારે પાંચ રાઉન્ડ બાદ પણ કોંગ્રેસ આગળ જણાઈ હતી.

Advertisement

આ બેઠક ઉપર ભાજપના સ્વરૂપજી ઠાકોર બીજી અને અપક્ષ માવજી પટેલ ત્રીજા સ્થાને ચાલી રહ્યા છે. અઅન્ય સાત અપક્ષો પણ મેદાનમાં છે. જો કે, બે રાઉન્ડના અંતે કોંગ્રેસની લીડ ઘટીને માત્ર 200 થઈ ગઈ હોવાથી જોરદાર રસાકસી જોવા મળી રહી છે.

પ્રથમ 30 હજાર મતની ગણતરી દરમિયાન કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 12360, ભાજપના સ્વરૂપજી ઠાકોરને 11187 અને અપક્ષ માવજી પટેલને 6510 મત મળ્યા હતાં. કોંગ્રેસ 1173 મતે આગળ છે. આ ટ્રેન્ડ જોતા ભાજપના બળવાખોર માવજી પટેલ ભાજપ ઉપર ભારે પડી રહ્યા છે.

વાવ વિધાનસભા મતવિભાગ પેટા ચૂંટણીની મતગણતરી સરકારી ઈજનેરી કોલેજ, જગાણા, તાલુકો પાલનપુર ખાતે હાથ ધરવામાં આવી છે.મતગણતરી કેન્દ્ર ખાતે કુલ 321 બુથની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઈ છે. જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી મતગણતરી માટે વિવિધ અધિકારી-કર્મચારીઓની નિમણુંક કરવામાં આવી છે. કુલ 159થી વધુ અદિખારી-કર્મચારીઓ મતગણતરી પ્રક્રિયામાં જોડાયા છે.

સીસીટીવી કેમેરાથી સુસજ્જ મતગણતરી કેન્દ્ર ખાતે 400 પોલીસ જવાનો, સીએપીએફ, એસઆરપી જવાનો તૈનાત છે. આ સાથે મતગણતરી સબંધી માહિતી અને ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ એક ક્ધટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. આ માટે 1950 હેલ્પલાઈન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે.

ગત 13 નવેમ્બરને બુધવારે વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં 70.55 જેટલુ મતદાન નોંધાયું હતું. વાવ પેટા ચૂંટણીમાં કુલ 2,19,266 જેટલુ મતદાન નોંધાયું હતું. જેમાં પુરુષ 1,20,619 તથા 98,647 સ્ત્રી મતદાન નોંધાયું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement