વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટિંગ યાર્ડથી કાજલી ગામ સુધીનો હાઈવે રોડ અતિ બિસ્માર હાલતમાં
વેરાવળ તાલુકાનાં કાજલી ગામ આવેલ માર્કેટીંગ યાર્ડ ની બાજુમાં હિરણ નદી નુ પુલ આવેલ છે આ પુલ ઉપર અને કાજલી ગામ સુધી નો એક થી દોઢ કિલોમીટર નો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે રોડ ઉપર મોટા ખાડા ને કારણે વાહન ચલાવવા અતિ મુશ્કેલ બનેલ આ પરીસ્થિતિ ધણા સમયથી હોવા છતાં કોઈ ધ્યાન આપતું નથી આ રસ્તા ઉપર થી સોમનાથ આવતા તમામ વાહનો, વેરાવળ પ્રભાસ પાટણ મા જતા તમામ વાહનો અને જી આઈ ડી સી ના મચ્છી ના તમામ વાહનો અને કાજલી માર્કેટીંગ માલ લઈ ને આવતા વાહનો આ રોડ ઉપર થી પસાર થતા હોવાથી વાહનો સતત ધસારો જોવા મળે છે છતાં ધણા સમયથી બિસ્માર હાલતમાં છે અને મોટા ખાડાઓ અને ઉબડ ખાબડ રસ્તાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે આ રોડ ઉપર થી જીલ્લા કક્ષાના અધિકારીઓ પણ પસાર થતા હોય છે છતાં આ ખરાબ રસ્તા ના રીપેરીંગ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે છે ખરાબ રસ્તા ને કારણે વાહનો પસાર થવા મા સમય નો બગાડ થાય છે અને વાહનો મા રીપેરીંગ ના ખર્ચા પણ વધી જાય છે અને મુસાફરી કરતા લોકો ના હાડકાં ખોખરા થાય છે અને ખરાબ રસ્તા ને કારણે નાના બાઈક સ્લીપ થવાના બનાવો રોજ ના બંને છે આ રોડ તાત્કાલિક રીપેરીંગ કરવા કાજલી ગામ ના સરપંચ મેરગભાઈ બારડ દ્વારા માંગણી કરવામાં આવેલ છે અને આ રોડ તાત્કાલિક રીપેરીંગ નહિ કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે