For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભુણાવા ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર સામે ઉપવાસ પર ઉતરેલા વિક્રમસિંહની તબિયત લથડી

12:02 PM Mar 01, 2024 IST | Bhumika
ભુણાવા ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર સામે ઉપવાસ પર ઉતરેલા વિક્રમસિંહની તબિયત લથડી
  • ઉપવાસ આંદોલનના પગલે જવાબદાર અધિકારીઓ રજા પર ઉતરી ગયાનો આક્ષેપ

ગોંડલ તાલુકા પંચાયત કચેરીમાં ભુણાવા ગ્રામ પંચાયત માં કરાયેલાં ભ્રષ્ટાચાર મુદ્દે આગેવાન વિક્રમસિંહ જાડેજા દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરુ કરાયુ છે.જે બીજા દિવસ માં પ્રવેશ્યું છે.ઉપવાસ આંદોલન નાં પગલે તાલુકા પંચાયતનાં જવાબદાર અધિકારીઓ રજા ઉપર ઉતરી ગયાનું વિક્રમસિંહે જણાવ્યું હતુ.

Advertisement

બીજી બાજુ ભુણાવાનાં પુર્વ મહીલા સરપંચનાં પતિ અને જીલ્લા પંચાયત નાં સદસ્ય સહદેવસિહ જાડેજાએ કહ્યુ કે વિક્રમસિંહ જાડેજાનાં ઉપવાસ આંદોલન માત્ર હંબક છે. વિક્રમસિંહ આવા નાટક કરવા ટેવાયેલા છે.ભુતકાળ માં દશ વર્ષ સુધી ગ્રામ પંચાયત નું સાશન તેમના હસ્તક હતુ.ત્યારે ભુણાવાની હાલત બદતર થવા પામી હતી.અમે ગ્રામ પંચાયત સંભાળ્યા બાદ આત્મનિર્ભર પંચાયત બનાવી છે.

વેપારીઓ નાં સહયોગ દ્વારા ગામનાં રોડ રસ્તા બેનમુન બન્યા છે.વિકાસ નાં અનેક કામ થયાછે.ભ્રષ્ટાચાર ની વાત ખોટીછે. ભુતકાળ માં વિક્રમસિંહ સામે હડમતાળા જીઆઈડીસી માં કારખાનેદાર પાસે ખંડણી માંગ્પાની પોલીસ ફરિયાદ પણ થઈ છે.ઉપવાસ આંદોલન દ્વારા બ્લેકમેલ કરવાની તેમની સિસ્ટમ બધા જાણેછે.તેવું જણાવ્યું હતુ.

Advertisement

છેલ્લા બે દિવસથી તાલુકા પંચાયત કચેરી સામે અન્નજળ ત્યાગી આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવી રહેલા ભુણાવાનાં આગેવાન વિક્રમસિંહ જાડેજાની મોડી સાંજે તબિયત લથડતા સુગર લેવલ ઘટતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સિવિલ હોસ્પિટલ માં ખસેડાતા નબળાઇ જણાતા હોસ્પિટલ માં દાખલ કરી દેવાયાછે.

Advertisement
Tags :
Advertisement
Advertisement