For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાસેઝ કસ્ટમનો હેડ કોન્સ્ેટબલ મજૂરોની એન્ટ્રી કરાવવા 3 હજારની લાંચ લેતા ઝડપાયો

11:48 AM Aug 22, 2024 IST | Bhumika
કાસેઝ કસ્ટમનો હેડ કોન્સ્ેટબલ મજૂરોની એન્ટ્રી કરાવવા 3 હજારની લાંચ લેતા ઝડપાયો
Advertisement

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં કસ્ટમ દ્વારા કરવા દેવાતા ગોરખ ધંધા બાબતે અનેક વખત સવાલો ઉભા થયા છે તેની વચ્ચે લેબર મેનેજમેન્ટ કરતી કોન્ટ્રાક્ટર કંપની પાસેથી મજૂરો ખટપટ વગર ઝોનમાં પ્રવેશી શકે તે હેતુથી રૂૂ.3 હજારની લાંચ લેતા કસ્ટમના હેડ કોન્સ્ટેબલને એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે છટકું ગોઠવી રંગે હાથ પકડી લેતાં ચકચાર મચી જવા પામી છે.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદી કંડલા ખાતે ખાનગી કંપનીમાં લેબર મેન્જમેન્ટનું કામ કરતા હોઇ આ કામના આક્ષેપીતે ફરીયાદીની કંપનીના મજૂરોને કંડલા સ્પેશીયલ ઈકોનોમીક ઝોનના પ્રવેશગેટ થી અવરજવર કરવા દેવા અને હેરાનગતી નહી કરવા માટે રૂૂ.3 હજારની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોઇ ફરિયાદીનાઓએ ગાંઘીઘામ એસીબીનો સંપર્ક ર્યો હતો અને બોર્ડર રેન્જ એસીબી મદદનિશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવિઝન તળે પૂર્વ કચ્છ એસીબી પીઆઇ ટી.એચ.પટેલે કંડલા સ્પેશીયલ ઈકોનોમીક ઝોનના ઓલ્ડ ગેટ પ્રવેશ દ્વાર પર છટકું ગોઠવ્યું હતું અને કસ્ટમ વિભાગના હેડકોન્સ્ટેબલ ઇશાક અબ્દુલકરીમ સમાને રૂૂ.3,000 લાંચ લેતાં રંગે હાથ પકડી સફળ ટ્રેપ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે , કાસેઝમાં કસ્ટમની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે તેની વચ્ચે એસીબીની સફળ ટ્રેપને કારણે થયેલા પર્દાફાશથી ફફડાટ મચી જવા પામ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement