For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોકરમાં પાણી ઘૂસતાં રોકડ અને દસ્તાવેજને થનાર નુકસાન ચૂકવવા SBI જીમખાના શાખા જવાબદાર

05:19 PM Aug 31, 2024 IST | admin
લોકરમાં પાણી ઘૂસતાં રોકડ અને દસ્તાવેજને થનાર નુકસાન ચૂકવવા sbi જીમખાના શાખા જવાબદાર

તાજેતરમા થયેલ ભારી વરસાદને કારણે "સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા’ જીમખાના શાખાના લોકરરૂમમાં પાણી ભરાઈ જતા મોટી સંખ્યાના લોકર ધારકોના સોનાના ઘરેણા, રોકડ રકમ અને કિંમતી દસ્તાવેજોને પારાવાર નુકશાન થયેલ છે. લોકર ધારકો ગ્રાહકો દ્વારા બેંક મેનેજર વિરેન રાજાને ફરીયાદ કરવામાં આવતા તેઓએ લોકર ધારકોને જણાવી દિધેલ છે કે "આ નુકશાન માટે બેંક અગર અધિકારી જવાબદાર બનતા નથી” બેંક મેનેજરની આ માન્યતા સંપૂર્ણ પણે ગલત અને લોકર ધારકોને ઉલ્લુ બનાવવાની છે.

Advertisement

બેંક દ્વારા ગ્રાહકને લોકર આપવામાં આવે છે ત્યારે લેખીતમાં એગ્રીમેન્ટ થતું હોય થ છે. આ એગ્રીમેન્ટ મુજબ લોકરમાં મુકવામાં આવેલ દરેક ચીજોને સંપૂર્ણ રીતે સવાર્ગી સુરક્ષીત અને સલામત રાખવાની જવાબદારી બેંકની બને છે. ગ્રાહક સુરક્ષા ધારાની જોગવાઈઓ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના આદેશો અને નિયમો પ્રમાણે આ પ્રકારના નુકશાનનું વળતર આપવા બેંક આદેશાત્મક જવાબદાર છે. લોકરરૂમમાં વરસાદનું પાણી - ભરાવું એ બેંક અધિકારીઓની સેવાની ખામી ગણી શકાય છે. લોકરધારકને થનાર દરેક પ્રકારના નુકશાનની વળતરની રકમ ચૂકવવાની જવાબદારી જે તે બેંક અને બેંકના અધિકારીઓના શીરે રહે છે.

ગ્રાહક અદાલત દ્વારા લોકર ધારકો નુકશાની વળતર અને માનસીક ત્રાસ, પરિતાપની મોટી રકમ મેળવી શકવા હકકદાર બન્યા છે.
"સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા” જીમખાના શાખાના લોકરધારકો ગ્રાહક અદાલતમાં પોતાની ફરીયાદ દાખલ કરી શકે છે. જે લોકર ધારકો આ પ્રકરણે ગ્રાહક અદાલતમાં કાર્યવાહી કરવા માગતા હોય તેઓએ માજી સંસદ સદસ્યા અને ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિના રમાબેન માવાણી તથા તેમની ટીમના સદસ્યોના મોબાઈલ નં.94262 01611, 70161 31872 સંપર્ક કરી શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement