સરકારને આદત છે, પહેલા આફત આવવા દે પછી તેમાં અવસર શોધે
કોંગ્રેસ રેલીનો કાર્યક્રમ યોજે તે પહેલા સહાય જાહેર કરી દીધી : શક્તિસિંહ
આણંદ ખાતે કોંગ્રેસનો કાર્યકર સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. મધ્ય ઝોનના પાંચ જિલ્લાના કાર્યકરો સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ચર્ચા કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે પણ ચર્ચા કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રભારી મુકુલ વાસનીક પણ હાજર રહ્યા હતા.
આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાના પ્રમુખ તથા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ તથા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડા હાજર રહ્યા હતા.
શક્તિ સિંહએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આ સરકારને આદત છે પહેલા આફત આવવા દેવાની અને ત્યારબાદ તેમાંથી અવસર શોધવાનો. અમે બરોડામાં રેલી કરવાના છીએ તેની ખબર પડી એટલે સરકારે તાત્કાલિક સહાયની જાહેરાત કરી અને આ સહાય પણ અપૂરતી જાહેર કરી છે.
આણંદ જીલ્લો તમાકુ બનાવતો જિલ્લો છે ત્યારે જીએસટીના અધિકારીઓ તેમને પરેશાન કરે છે. વરસાદી આપત્તિ ખેડૂતોને ઘણું નુકસાન થયું છે અને તે ભરપાઈ કરવી જરૂૂરી છે. વર્ષ પૂરું થાય એટલે સરકારને સિદ્ધિઓ દર્શાવવાની આદત છે પરંતુ ખરેખર ગ્રામ્ય વિસ્તારોમાં લોકો આજે પણ મુશ્કેલીમાં છે.
મુઠ્ઠીભર ભાજપના લોકોનો જ વિકાસ થયો છે બાકી કોઈનો વિકાસ થયો નથી. વરસાદ બાદ રોગચાળાની સ્થિતિ અંગે સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. કચ્છના લખતર તાલુકામાં 18 લોકોના મૃત્યુ થયા પરંતુ સરકારએ કોઈ કામગીરી કરી નથી.