બીયરના ટીન માથે મૂકી યુવતીએ કર્યો ‘એનિમલ’ ડાન્સ
- ધૂળેટીના ઉમંગમાં ઉન્માદની ઘટના સામે આવતા પોલીસે ગુનો નોંધ્યો
ધૂળેટીના ઉજવણીના ઉમંગ સાથે ઉન્માદની એક ઘટના અમદાવાદ પૂર્વ વિસ્તારની એક સોસાયટીમાં બહાર આવી છે, જેમાં એનિમલ ફિલ્મના જમાલકુડુ ગીતની સ્ટાઈલથી માથા ઉપર બિયરના ટીન મુકી નાચગાન કરતી સારા ઘરની યુવતિઓ નજરે પડી હતી આ નાચગાનનો વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી છે.
અમદાવાદ -વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પાસેની એક સોસાયટીમાં ધુળેટીના દિવસે ઉજવણી દરમિયાન બિયર ની ટીન સાથે ઉજવણી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. જેમાં સાત લોકો ધુળેટીની ઉજવણી કરી રહ્યા હતા. પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે હરીદર્શન સોસાયટીમાં 25મી માર્ચે ધુળેટીની ઉજવણી દરમિયાન યુવતિ બિયરની ટીન માથે રાખી નાચગાન કરતી હતી.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો મામલે પોલીસે તપાસ શરૂૂ કરી હતી. જેના આધારે પોલીસે વીડિયોમાં જોવા મળી રહેલી એક મહિલા અને બે પુરુષો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
પોલીસ તપાસમાં વીડિયોમાં જોવા મળતા અને જેની સામે ફરિયાદ દાખલ થઈ છે. તેમના નિવેદન નોંધવામાં આવ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું કે, બીયરનું ટીન તેમને રસ્તા પરથી મળ્યું હતું, માત્ર વીડિયો ઉતારવા માથા ઉપર મુક્યું હતું.