રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ફરી એજ નાટક અને વિપક્ષની હકાલપટ્ટી સાથે જનરલ બોર્ડ પુરું

03:57 PM Nov 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શાસકપક્ષના કોર્પોરેટરે પૂછેલા અમૃત મિશન યોજનાના કામોની જાણકારી આપી ઈન્ચાર્જ કમિશનરે બોર્ડના બાર વગાડી દીધા

લોકોની સમસ્યા અને નવી યોજનાઓની ચર્ચા ન થતાં પ્રેક્ષકોને ધરમનો ધક્કો થયાનો ગણગણાટ

રોગચાળો વકર્યો તેમાં કોની જવાબદારી, 1100 કરોડના ટેન્ડરમાં કોના કોના ભાગ: વિપક્ષોએ બેનરો ફરકાવ્યા

મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજરોજ મળેલ મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈ રજા ઉપર હોવાના કારણે ઈન્ચાર્જ તરીકે ડે. કમિશનરે બોર્ડની કાર્યવાહી કરી હતી. મેયરની અધ્યક્ષતામાં 11 વાગ્યે શરૂ થયેલ બોર્ડમાં ભાજપના કોર્પોરેટર મગનભાઈ સોરઠિયાએ પુછેલા અમૃત મિશનના તમામ કામોનો હિસાબ કમિશનરે આપવાનું શરૂ કરતા વિપક્ષી નેતા વસરામભાઈ સાગઠિયાએ દર વખતની માફક વચ્ચેથી ઉભા થઈ લોકોના વિકાસના કામો તેમજ તેમની સમસ્યાઓની ચર્ચા થવી જોઈએ તેવું કહી રોગચાળો વકર્યો તેમાં કોની જવાબદારી અને બહુચર્ચીત 1100 કરોડના ટેન્ડરમાં કોનો કોનો ભાગ તેવા કૌભાંડો સાથેના આક્ષેપો કરતા શાસકપક્ષના સભ્યો વસરામભાઈ ઉપર રિતસરના તુટી પડ્યા હોય તેમ પહેલા પ્રશ્ર્નનો જવાબ પછી તમારો વારો આવશે તેમ કહી વસરામભાઈની બોર્ડમાંથી હકાલપટ્ટી કરાયા બાદ એક પ્રશ્ર્નના જવાબમાં જ જનરલબોર્ડના 12 વાગી ગયા હતાં.

મનપાના જનરલ બોર્ડમાં એજન્ડાની સાથો સાથ ભાજપના 16 કોર્પોરેટર એન કોંગ્રેસના બે કોર્પોરેટર દ્વારા 24 પ્રશ્ર્નો પુછવામાં આવ્યા હતાં. પરંતુ બોર્ડનો સમય ફક્ત એક કલાકનો રાખવામાં આવતો હોય દર વખતે એક પ્રશ્ર્નનો જવાબ પણ પુરો આપી શકાતો નથી. જેવું આ વખતે પણ બનવા પામ્યું છે. ભાજપના વોર્ડ નં. 12ના કોર્પોરેટર મગનભાઈ સોરઠિયા દ્વારા અમૃત મિશન યોજના અંતર્ગત પાણી પુરવઠાના થયેલા કામોનો હિસાબ માંગવામાં આવેલ જે અંતર્ગત ઈન્ચાર્જ કમિશનરે વોર્ડવાઈઝ થયેલ ખર્ચ સહિતનો હિસાબ આપવાનું શરૂ કરતકા આ એક પ્રશ્ર્નના જવાબમાં જ એક કલાકનો સમય નિકળી જશે તેવું વિપક્ષને લાગતા બોર્ડ શરૂ થયા બાદ આવેલા વિપક્ષી નેતા વસરામભાઈ સાગઠિયાએ વચ્ચે ઉભા થઈ લોકોની સમસ્યાનું નિવારણ થાય તેવા પ્રશ્ર્નોની ચર્ચા કરો તેમ કહી શાસકપક્ષને આડેહાથ લીધા હતાં. જેના લીધે શાસકપક્ષના સભ્યોએ તેમણે કરેલા આક્ષેપનો એક સાથે જવાબ આપવાનું શરૂ કરતા જનરલ બોર્ડમાં થોડા સમય માટે ધમાસાણ સર્જાયું હતું. છતાં અધ્યક્ષ દ્વારા પ્રશ્ર્નોતરી ચાલુ રાખવાનીસુચના અપાઈ હતી. છતાં વસરામભાઈએ બોલવાનું ચાલુ રાખતા અધ્યક્ષના આદેશના પગલે કમાન્ડોએ વસરામભાઈને ધક્કા મારી જનરલ બોર્ડની બહાર કાઢ્યા હતાં. ત્યારે બાદ પ્રશ્ર્નોનો જવાબ આપવામાં બોર્ડનો સમય પુરો કરવામાં આવ્યો હતો.

જનરલ બોર્ડમાં પ્રશ્ર્નોતરી દરમિયાન પ્રથમ પ્રશ્ર્નોનો જવાબ આપ્યા બાદ રજૂ થયેલ એજન્ડાની છ દરખાસ્ત ભાજપના કોર્પોરેટરોની બહુમતીના જોરે મંજુર કરવામાં આવી હતી. એજન્ડામાં રજૂ થયેલ દરખાસ્તો મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોને સેવાનિવૃત્તિ આપી, તેઓની જગ્યાએ તેમના વારસદારને નિમણુંક આપવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.224 તા.03/10/2024 તથા તે પરત્વેનો સ્ટે.ક.ઠ.નં.247 તા.05/10/2024 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત, શહેરના વોર્ડ નં.0રમાં રેસકોર્ષ રિંગ રોડ, બહુમાળી ભવન પાસે આવેલ સર્કલનું "ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ નામકરણ કરવા તેમજ સ્વાતંત્ર સેનાની ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમા મુકવા માટે જગ્યા ફાળવવા અંગે સમાજ કલ્યાણ સમિતિ ઠ.નં.08 તા.16/10/2024 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત. નાયબ કમિશનરશ્રીઓને રૂૂ.10 લાખ સુધીના ખર્ચ અને કરાર કરવાની સત્તા એનાયત કરવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પાર્ટટાઇમ હમાલનો પગાર વધારો મંજુર કરવા અંગે, શહેરના વોર્ડ નં.03માં મુસ્લિમ લાઈનમાં તથા જુની લોધાવાડ પોસ્ટ ઓફીસવાળા ઢાળીયો પાસે આવેલ પે એન્ડ યુઝ ટોઇલેટ તથા નરસંગપરામાં આવેલ કોમ્યુનિટી ટોઇલેટ દૂર કરવા અંગે, શહેરના વોર્ડ નં.07/બ માં વિજય પ્લોટ શેરી નં.02, વોંકળાના કાંઠે આવેલ પે એન્ડ યુઝ ટોઇલેટ દૂર કરવા અંગે સહિતની દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી.

બોર્ડમાં કોર્પોરેટરોને મોબાઈલ ન લઈ જવાની સૂચનાનું સુરસુરિયું
જનરલ બોર્ડમાં પ્રશ્ર્નોતરી દરમિયાન કોર્પોરેટરો દ્વારા મોબાઈલમાં ગેમ રમતા હોવાની તેમજ ફોન ઉપર વાત કરતા હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ તમામ બોર્ડનાસભ્યોએ જનરલ બોર્ડની કામગીરી દરમિયાન સાથે મોબાઈલ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી હતી અને તમામ સભ્યો માટે સ્ટેટન્ડીંગ કમિટિના મીટિંગ રૂમમાં અલગ અલગ બોક્સ બનાવી લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવેલ વ્યક્તિગત 72 બોક્સ બનાવવા પાછળ ખર્ચો કરી નાખ્યો છતાં એક બે જનરલ બોર્ડમાં જ મોબાઈલ બોક્સમાં રાખવાની અમલવારી કરવામાં આવી હતી. ત્યાર બાદ આજ સુધી કોઈ કોર્પોરેટરોએ બોક્સમાં મોબાઈલ રાખ્યો ન હોવાનું જાણવા મળેલ છે. જેના લીધે મોબાઈલ ઉપર લાજવામા આવેલ પ્રતિબંધને ખુદ સભ્યો જ ઘોળીને પી ગયા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યુ હતું.

72માંથી 13 સભ્યો ઘેર હાજર
મનપામાં દર બે માસે યોજાતા જનરલ બોર્ડમાં લોકોના પ્રશ્ર્નોની ચર્ચા કરવાની હોય છે. જેમાં પણ રસ ન હોય તેમ અનેક કોર્પોરેટરો બોર્ડના એક કલાકના કાર્યક્રમમાં પણ હાજરી આપતા નથી. જેમાં આજના જનરલ બોર્ડમાં પણ ભાજપના અલ્પેશભાઈ મોજરિયા, મિતલબેન લાઠિયા, ભારતીબેન પરસાણા, વર્ષાબેન પાંધી, ડો. દર્શિતાબેન શાહ, ડો. નેહલભાઈ શુકલ, નરેન્દ્રસિંહ જાડેજા, રાણાભાઈ સાગઠિયા, સુરેશભાઈ વસોયા, ડો. પ્રદિપ ડવ અને દક્ષાબેન વાઘેલા સહિતના 11 સભ્યોએ રજા રિપોર્ટ મુકી ગેરહાજરી નોંધાવી હતી. જ્યારે કોંગ્રેસના ચાર પૈકી મકબુલભાઈ દાઉદાણી ગેરહાજર રહ્યા હતાં. આથી 72 કોર્પોરેટરો પૈકી જનરલ બોર્ડમાં 59 કોર્પોરેટરોએ હાજરી આપી હતી.

આ ફિલ્મનું શૂટિંગ નથી: જયમીન ઠાકર
જનરલ બોર્ડમાં પ્રથમ પ્રશ્ર્નના જવાબ દરમિયાન વિપક્ષી નેતાએ પોતાનો વારો ન હોવા છતાં લોકોના પ્રશ્ર્નોની ચર્ચા થવી જોઈએ તેવા સુચન સાથે સાસકપક્ષ ઉપર આક્ષેપો કરતા સ્ટેટન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, આ ફિલ્મનું શુટીંગ નથી. વિકાસના કામની વાતો ચાલે છે. તેમાં સહયોગ આપવો જોઈએ. કોર્પોરેશનમાં ક્યારેય વિપક્ષના સભ્યો આવતા નથી. તેમજ જનરલ બોર્ડના ડ્રોમાં આવવાનો પણ સમય વિપક્ષ પાસે નથી. ફક્ત ચાર સભ્યો હોવા છતાં પણ બે સભ્યો ગેરહાજર છે. આથી વિકાસના કામોની ખબર વિપક્ષને નથી. તેમના વોર્ડમાં કરોડો રૂપિયાના કામો થયા છે. છતાં આજે પણ બોર્ડ ચાલુ થયા બાદ મીડિયા વાળા આવે એટલે ફક્ત ફોટા પડાવવા માટે આવ્યા છે અને ગરીમાની વાતો કરી રહ્યા છે જે તેમને શોભતી નથી.

તમામ કોર્પોરેટરનું ચેકિંગ કરાતા કચવાટ
મનપાના જનરલ બોર્ડમાં દર વખતે વિપક્ષ દ્વારા બેનરો ફરકાવી વિરોધ કરવમાં આવતો હોય છે. આ બેનરો બોર્ડમાં કઈ રીતે આવે છે તે મુદ્દે અનેક વખત સાસકપક્ષ દ્વારા સિક્યુરીટી સાથે માથાકુટ થયેલ છતાં આજ સુધી તેનો ઉકેલ ન આવતા આજે જનરલ બોર્ડના સમયે બોર્ડની અંદર પ્રવેશતા વિપક્ષ અને શાસકપક્ષના તમામ કોર્પોરેટરોનું જીણવટભર્યુ ચેકીંગ કરાતા વિપક્ષિ નેતા વશરામભાઇએ કહેલ કે અમે આતંકવાદી નથી કે અમને ચેક કરો છો તેમ કહી રમુજ કરી હતી વિપક્ષના ભોગે શાસકપક્ષને ચેકીંગનો ભાગ બનવું પડતા અમુક સભ્યોમાં કચવાટ જોવા મળ્યો હતો.

પ્રશ્ર્નોની ચર્ચા કરે તેને તમે કાઢી મુકો છો: વશરામ સાગઠિયા
જનરલ બોર્ડમાં પ્રશ્ર્નોતરી દરમિયાન વચ્ચેથી ઉભા થઈને વિપક્ષી નેતા વસરામભાઈ સાગઠિયાએ લોકોના પ્રશ્ર્નોની ચર્ચા કરો તમે તો કેસેટ વાચી રહ્યા છો. આ બોર્ડમાં ચર્ચા કોણ કરે છે તે સૌને ખબર છે અમે ચર્ચા કરીએ તો તમે લોકો બોર્ડમાંથી કાઢી મુકો છો આથી એક પ્રશ્ર્નના જવાબમાં એકકલાકનો સમય પુરો કરી બોર્ડ આટોપી લેવામાં આવે છે. મરા પ્રશ્ર્નના જવાબ માટે મને સમય આપો હું બેસી રહેવા માટે તૈયાર છું. આથી તમામ પુછાયેલા પ્રશ્ર્નોના જવાબ જનરલ બોર્ડમાં મળવા જોઈએ તેવુંકહેતા વસરામભાઈને જનરલ બોર્ડમાંથી ધક્કામારી બહાર કાઢવામાં આવ્યા હતાં.

ધ સ્ટ્રીટ વેન્ડર્સની અરજન્ટ દરખાસ્ત મંજૂર
ધ સ્ટ્રીટ વેન્ડર્સ(પ્રોટેકશન ઓફ લાઈવલીહુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ) એકટ,2014ની કલમ 22 અને ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ(પ્રોટેકશન ઓફ લાઈવલીહુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ) નિયમો, 2016ની જોગવાઈ મુજબ ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરનો પત્ર નં.318 તા.08/11/2024 તથા તે પરત્વેનો સ્ટે.ક.ઠ.નં.344 તા.12/11/2024 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત. હોકર્સ ઝોનમાં રજીસ્ટ્રેશન અને માસિક ભાડાના દરો તથા નિયમો રિવાઈઝડ કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.319 તા.08/11/2024 તથા તે પરત્વેનો સ્ટે.ક.ઠ.નં.345 તા.12/11/2024 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત. શહેરના ટી.પી સ્કીમનં.32(રૈયા) 930 એકર જ્ગ્યામાં વિકસાવવામાં આવેલ વિસ્તારનું અટલ સ્માર્ટ સિટી-રાજકોટ નામકરણ કરવા તેમજ સંબંધિત જગ્યામાં આવેલ સરોવરનું નામ અટલ સરોવર કરવા અંગે સમાજ ક્લ્યાણ સમિતિ ઠ.નં.12 તા.13/11/2024 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત.

Tags :
General Boardgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement