ગણોદની યુવતીને સાપ કરડતા કોઝવેના ધસમસતા પાણીમાંથી NDRFની ટીમે બહાર કાઢી ઉપલેટા હોસ્પિટલ ખસેડી
ચોમાસા દરમિયાન જીવજંતુઓ કરડવાની અનેક ઘટનાઓ બનતી હોય છે ત્યારે ઉપલેટાના ગણોદ ગામે મીનલબેન નરેન્દ્રભાઈ મંચુરિયા નામની 23 વર્ષીય રાજગોર પરિવારની યુવતીને ગત મોડી રાત્રિના ગણોદ ગામે પોતાના ઘરે હોય એ દરમિયાન સાપ કરડતા સારવાર અર્થે ઉપલેટા હોસ્પિટલ ખાતે લઈ જવા માટે તેના પરિવારજનો નીકળ્યા હોય પરંતુ ભારે વરસાદને કારણે ગણોદ ગામ થી પોરબંદર નેશનલ હાઈવે પર આવેલ ગણોદ ગામના પાટીયા વચ્ચેના રસ્તાના કોઝવે ઉપર પાણીનો જોરદાર પ્રવાહ હોય, કોઝવે વચ્ચેથી વાહન પસાર કરવુ અતી મુશકેલ હોય તે બાબતે ગત મોડી રાત્રિના જ તંત્રની મદદ માંગતા રાજકોટ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ ઉપલેટા મામલતદાર મહેશભાઈ ટી. ધનવાણીએ ધોરાજીના નાયબ કલેકટર જયેશ એન. લીખીયા દ્વારા ગોંડલ જઉછઋ નો સંપર્ક કરી તેને બોલાવી પીઆઈ એલ. આર. ગોહિલ અને તાલુકા પંચાયતના સ્ટાફને લઈ 108 ની એમ્બ્યુલન્સની મદદથી આખી રાત મહેનત કરી સવારે 7.45 કલાકે યુવતીનું રેસ્કયુ કરી 108 મારફત સારવાર માટે ઉપલેટાની ખાનગી ક્રિષ્ના હોસ્પીટલમાં પહોંચાડી હતી. નીલાખા ગામે રાત્રિના પાણીમાં ફસાયેલ વ્યક્તિનું રેસ્ક્યુની કામગીરી કરી હોય છતાં પણ સવાર સુધી ગણોદ ગામે યુવતીનું રેસ્ક્યુ કરી મામલતદાર, પીઆઇ તેમજ તાલુકા પંચાયતની ટીમ, જઉછઋ ટીમના ચહેરા પર જરા પણ થાકને બદલે ખૂબ જ ઉત્સાહ સાથે બે લોકોના જીવ બચાવવાનો આનંદ પણ જોવા મળી રહ્યો હતો.