કોઠારિયામાં રાધે ચોક પાસે બનશે મનપાની ચોથી ઝોનલ કચેરી
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતીકાલે મળશે, કમિશનર વિભાગમાંથી અલગ અલગ પ્રોજેક્ટના ખર્ચની 32 દરખાસ્ત રજૂ
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આવતી કાલે મળનાર છે. કમિશનર વિભાગમાંથી અલગ અલગ કામોના ખર્ચ મંજુરી માટે 32 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે પૈકી વોર્ડ નં. 18માં કોઠારિયા મેઈન રોડ ઉપર બોલબાલા માર્ગ પર રૂા. 35.87 કરોડના ખર્ચે દક્ષિણ ઝોનલ કચેરી બનાવવાની દરખાસ્ત રજૂ થઈ છે. તેના લીધે હાલમાં મનપાની કાર્યરત ત્રણ ઝોનલ કચેરીના સ્થાને હવે ચોથી ઝોનલ કચેરીની ભેટ આ વિસ્તારના લોકોને મળશે. દરખાસ્ત અનવયે અલગ અલગ વોર્ડમાં જનભાગીદારીથી પેવીંગ બ્લોક નાખવાનું તેમજ ડીઆઈ પાઈપલાઈન નાખવાનું તથા વોર્ડ નં. 3માં માધાપર સર્કલ દક્ષિણ તથા પૂર્વ અને પશ્ર્ચિમ ભાગોમાં ડ્રેનેજ પાઈપલાઈન હાઉસીંગ કનેક્શન સહિતના કામો તેમજ અલગ અલગ વિભાગો માટેના કામનો ત્રિવાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ આપવા સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
મનપાની સ્ટેન્ડીંગામં મુખ્યત્વે દરખાસ્તના વોર્ડ નં. 18માં ટીપી સ્કીમ નં. 12 કોઠારિયામાં મનપાના ફાઈનલ પ્લોટ 15-એ ઉપર સાઉથ ઝોનલ કચેરી બનાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. રૂા. 35.87 કરોડના ખર્ચે ઝોનલ ઓફિસ બનાવવામાં આવશે. સ્ટેન્ડીંગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 18 માં ટીપી સ્કીમ નં. 12 (કોઠારીયા), ફા.પ્લોટ નં. 15/અ ના પ્લોટમાં બોલબાલા માર્ગ પર રાધે ચોક પાસે સાઉથ ઝોનલ ઓફીસ બનાવવાનાં કામે કુલ રૂૂા.30,40,40,744.00 (અંકે રૂૂપિયા ત્રીસ કરોડ ચાલીસ લાખ ચાલીસ હજાર સાતસો ચુમાલીસ પુરા) તથા પ્રવર્તમાન 18.00 % જી.એસ.ટી. સહીત કુલ રૂૂા.35,87,68,100.00 (અંકે રૂૂપિયા પાંત્રીસ કરોડ સતયાશી લાખ અડસઠ હજાર એકસો પુરા) નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે આશરે 17980.26 ચોરસ મીટરમાં બેઝમેન્ટમાં પાર્કિંગ, ગ્રાઉન્ડ ફ્લોરમાં આધાર કાર્ડ, સીટી સિવિક સેન્ટર, સિક્યુરીટી રૂૂમ, મેડીકલ રૂૂમ, સ્ટોર રૂૂમ, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા તથા ટોઇલેટ બ્લોકનો સમાવેશ કરાયેલ છે, ફર્સ્ટ ફ્લોરમાં નાયબ કમિશનરશ્રી તેમજ સીટી એન્જીનીયરશ્રી, આઈ.સી.ડી.એસ. શાખા, ટાઉન પ્લાનીંગ શાખા, કોન્ફરન્સ હોલ અને ટોઇલેટ બ્લોકનો સમાવેશ કરાયેલ છે, સેક્ધડ ફ્લોરમાં હેલ્થ શાખા, ટેક્સ શાખા, એસ્ટેટ શાખા, કોમન સ્ટોરેજ, બાંધકામ શાખા, અગઈઉ શાખા અને ટોઇલેટ બ્લોકનો સમાવેશ કરાયેલ છે અને થર્ડ ફ્લોરમાં ડ્રેનેજ પ્રોજેકટ શાખા, વોટર વર્કસ પ્રોજેકટ શાખા, કોન્ફરન્સ હોલ તથા ટોઇલેટ બ્લોકનો સમાવેશ કરવામાં આવેલ છે. સદરહું કામે રૂૂા.30,40,40,744.00 (અંકે રૂૂપિયા ત્રીસ કરોડ ચાલીસ લાખ ચાલીસ હજાર સાતસો ચુમાલીસ પુરા) ૠજઝ સિવાયની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ હતી.
અગાઉના મંજૂર કરેલ સર્વેશ્ર્વર ચોક વોંકળાનો વધારાનો ખર્ચ ફરી મુકાયો
યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્ર્વર ચોકમાં વોકળો ડાયવર્ટ કરી નવું બોક્સ કલવર્ટ બનાવવા માટે હાલનું કામ કરનાર એજન્સી દ્વારા 7.50 ટકા વધુ ભાવ માંગવામાં આવેલ જેની દરખાસ્ત ગત સ્ટેન્ડીંગમાં રજૂ થતાં પરત મોકલવામાં આવેલ અને તેનો અભ્યાસ કરી ફરી ટેન્ડર કરાતા એજન્સી દ્વારા રૂા. 4.91 કરોડની ખર્ચ મર્યાદા સાથેની વધારાની માંગણી કરવામાં આવી છે. જેની દરખાસ્ત સંભવત આવતી કાલે મંજુર કરવામાં આવશે.
પારડી મેઈન રોડ ઉપર બનશે 28.56 કરોડના ખર્ચે સ્પોર્ટસ સંકુલ
મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પ્રકારની રમતોના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે સ્પોર્ટસ ગતિવિધીમાં વધારો કરવામાં આવ્યો છે. એક માસ પહેલા મવડી ખાતે સ્પોર્ટસ સંકુલનું લોકાર્પણ કર્યા બાદ હવે વોર્ડ નં. 17માં પારડી મેઈન રોડ ઉપર રૂા. 28.56 કરોડના ખર્ચે સ્પોર્ટસ સંકુલ બનાવવાનો નિર્ણય લઈ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરેલ જેની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટિમાં રજૂ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.17 માં પારડી મેઇન રોડ પર આવેલ રણછોડદાસ કોમ્યુનિટી હોલની બાજુમાં આવેલ રાજકોટ મહાનગરપાલિકાની માલિકીનાં ટી.પી. સ્કીમ નં.5, અંતિમ ખંડ નં.243 માં સ્પોર્ટસ સંકુલ બનાવવાનાં કામે GST વિગેરે સહિત રૂૂ.28,56,80,100/- નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે અંદાજીત 8102.00 ચો.મી. એરીયામાં ગ્રાઉન્ડ ફ્લોરમાં કબડ્ડી, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ગાર્ડન, જીમ, ફિઝ્યોથેરાપી રૂૂમ, એડમીન, યુટીલીટી, જનરલ લોબી, વેઇટીંગ એરીયા, સર્વિસ રૂૂમ તથા ફર્સ્ટ ફલોર પર કોમ્બેટ ગેમ્સ અને સર્વિસ રૂૂમ, ટોયલેટ, લીફટ, જનરલ જીમ, બેડમિન્ટન ડબલ હાઇટ, ગાર્ડન, કુસ્તી સ્પર્ધા, ઇન્ડોર ગેમ્સ, ફિઝ્યોથેરાપી રૂૂમ, એડમીન, બોક્ષિંગ રીંગ અને જનરલ લોબી સાથેનાં G+1 બિલ્ડીંગ કામનો સમાવેશ થાય છે. સદરહું કામે રૂૂ.23,27,63,300/- (અંકે રૂૂપિયા ત્રેવીસ કરોડ સત્યાવીસ લાખ ત્રેસઠ હજાર ત્રણસો પુરા) GST સિવાયની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ હતી.