ફૂલઝર ગામે સરપંચ પદના ઉમેદવારને ત્યાં શૌચાલય ન હોવાથી ફોર્મ રદ, હરિફ બિનહરીફ
03:48 PM Jun 14, 2025 IST
|
Bhumika
Advertisement
વિંછીયા તાલુકાના ફુલઝર ગામે ગ્રામ પંચાયતની જુદા-જુદા વોર્ડની સમગ્ર પેનલ અગાઉ જ બિનહરિફ થઈ હતી. પરંતુ ફુલઝર ગ્રામ પંચાયત સરપંચપદ માટે ચનાભાઈ કરશનભાઈ વાળોદરા તથા અમૃતભાઈ પુનાભાઈ પરમાર એમ કુલ બે ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. આ દરમિયાન ચનાભાઈએ ચૂંટણીના નિયમો મુજબ તેમના ઉમેદવારી ફોર્મ સાથે તેમના ઘરે શૌચાલય હોવાનું એકરારનામું રજૂ કર્યું હતું.
Advertisement
ચકાસણીના દિવસે ચૂંટણી તંત્રમાં વાંધો રજૂ કરી જણાવાયું હતું કે ચનાભાઈએ ખોટું એકરારનામું રજૂ કર્યું છે. ખરેખર તેમના ઘરે શૌચાલય નથી.
આ ફરિયાદ બાદ ચૂંટણી અધિકારીએ તલાટી મંત્રી દ્વારા તપાસ કરતા તેમના ઘરે શૌચાલય ન હોવાનું ખુલતા તેમનું ફોર્મ રદ થયું હતું. જેને કારણે સરપંચપદે અમૃતભાઈ પરમાર બિનહરીફ થયા હતાં. આમ સરપંચ તથા સભ્યો ચૂંટણી પૂર્વે બિનહરીફ થતા ગ્રા.પં. સમરસ બની છે.
Next Article
Advertisement