For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સમગ્ર દેશમાં રાજકોટ કેસોના સમધાનમાં પ્રથમ આવે તેવો લક્ષ્યાંક: MACPના પ્રમુખ અજય જોશી

05:52 PM Feb 21, 2024 IST | Bhumika
સમગ્ર દેશમાં રાજકોટ કેસોના સમધાનમાં પ્રથમ આવે તેવો લક્ષ્યાંક  macpના પ્રમુખ અજય જોશી

રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી બાદ રાજકોટ એમએસીપી બાર એસોસીએશનની ચૂંટણીમાં પણ જંગ જામ્યો હતો. ચૂંટણી યોજાઈ તે પૂર્વે જ ઉપપ્રમુખ અને ટ્રેઝઝર બિન હરીફ જાહેર થયા હતાં. જ્યારે એમએસીપી બાર એસોસીએશનના 10 હોદ્દા ઉપર બાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણી જંગમાં ભાજપ પ્રેરિત પૂર્વ પ્રમુખ અજય જોષીની ટીમનો વિજય થયો હતો. એમએસીપી બાર એસોસીએશનના નવનિયુકત હોદ્દેદારો ‘ગુજરાત મિરર’ મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને સમગ્ર દેશમાં રાજકોટ કેસોના સમાધાનમાં પ્રથમ આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે તેમ નવનિયુકત હોદ્દેદારોએ જણાવ્યું હતું.

Advertisement

એમ.એસ.સી.પી. બાર એસોસિએશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલનો વિજય થયો છે. બીજી વખત ચૂંટાઈ આવેલા પ્રમુખ અજય જોષી, હોદ્દેદારો અને કારોબારી સભ્યો સાથે ગુજરાત મિરર મીડિયા હાઉસનીથ મુલાકાત લઇને એમએસીપી બાર દ્વારા ચાલુ વર્ષે પોતાના કાર્યકર દરમિયાન કાર્યક્રમોની રૂૂપરેખાની વિગતો આપવામાં આવી હતી. જેમાં વકીલોના પ્રયાસોથી લોક અદાલતમાં અકસ્માત વળતરના કેસો ઝડપથી અને વધુને વધુ કેસોમાં સમાધાન કરવામાં આવશે. આ વર્ષે વધારે મહેનત કરીને રાજકોટમાં દેશમાં સૌથી વધુ કેસોનું સમાધાન કરવાનો એસોસિએશનનો નિર્ધાર છે. આ ઉપરાંત ચાલુ વર્ષના એજન્ડામાં એમએસીપી બાર ક્લેમ કેસના ચુકાદા કે સમાધાન બાદ પક્ષકારોને પેમેન્ટ વહેલું મળે તે માટે કોર્ટની એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટી સાથે સંકલનમાં રહીને પેમેન્ટ બપોરે પહેલા મળે તે માટે પ્રયત્નો કરાશે. ચાલુ વર્ષે હાઇકોર્ટ જજીસ સહિતના તજજ્ઞોની હાજરીમાં એમેન્ટમેન્ટ એક્ટ ઉપર લીગલ સેમિનાર યોજવામાં આવશે.

અકસ્માત વળતર કેશોમાં ડિસેબિલિટીના એસેસમેન્ટના માર્ગદર્શન માટે સિનિયર ઓર્થોપેડિક સર્જનોને સાથે રાખીને લીગલ સેમિનાર પણ યોજવામાં આવનાર છે. તેમજ સિનિયર જુનિયર વકીલો વધુ નજીક આવે એ માટે યાત્રા પ્રવાસનું પણ આયોજન કરવામાં આવનાર છે. આ તકે પ્રમુખ અજય કે જોષીની સાથે બિનહરીફ જાહેર થયેલા સમરસ પેનલના જી.આર. પ્રજાપતિ, ટ્રેઝરર કપિલ શુક્લ, ઉપરાંત બહુમતીથી ચૂંટાયેલા સેક્રેટરી વિનુભાઈ વાઢેર, જોઈન્ટ સેક્રેટરી સ્તવન મહેતા, કારોબારી સભ્યો ચિરાગ છગ, જગદીશ નારીગરા, કરણ કારિયા (ગઢવી), સંજય નાયક, હેમંત પરમાર અને મહેશ કંડોરીયા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement