વાહનોના પ્રથમ ફિટનેસ સેન્ટરને તાળાં લાગ્યા
ગુજરાતમાં સુરત ખાતે બનેલા વાહનોના પ્રથમ ફિટનેસ સેન્ટરને તાળા લાગ્યા છે. વર્ષ 2017માં વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયાએ આ ફિટનેસ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. ફિટનેસ સેન્ટર બંધ થતાં વાહન ચાલકો પરેશાન થયા છે. આમ તો કરોડો રૂૂપિયાના ખર્ચે 2017માં ઓલપાડના માસમા ગામની સીમમાં વિશાળ જગ્યામાં વાહનોના ફિટનેસને ફિટ રાખવા રાજ્ય સરકારના એ વખતના વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયાએ લોકાર્પણ કર્યું હતું. જ્યારે આ ફિટનેસ સેન્ટરનું લોકાર્પણ કર્યું, ત્યારે દક્ષિણ ગુજરાતના નાના મોટા વાહન ચાલકો પોતાના વાહનના ફિટનેસ માટે આ ફિટનેસ સેન્ટર પર લાઈન લગાવતા હતા.
પરંતુ હાલમાં પાંચ-છ માસથી આ ફિટનેસ સેન્ટરને તાળા વાગ્યા છે. આ ફિટનેસ સેન્ટર ગુજરાતનું પ્રથમ ફિટનેસ સેન્ટર હતું. 6 ઓક્ટોબર 2017માં તે વખતના વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયા અને ઓલપાડના ધારાસભ્ય અને હાલના વન પર્યાવરણ મંત્રીએ કરોડો રૂૂપિયાના ખર્ચે બનેલા વાહન ફિટનેસ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ ફિટનેસ સેન્ટર પર નાના મોટા, હેવી એક્સેલ સહિતના વાહનોની ફિટનેસ માટે લાંબી લાંબી લાઈનો લાગતી હતી.
કેમકે જ્યારે વાહનોની 15 વર્ષની સમય મર્યાદા પૂર્ણ થાય અને વાહનો ફરી રીન્યુ કરાવવાના હોય ત્યારે છઝઘમાં વાહનોની ફિટનેસ સર્ટી વગર વાહનનું રજીસ્ટેશન થતું નથી. એટલે પોતાના વાહનોનું પુન:રજીસ્ટ્રેશન કરાવવા વાહન ચાલકો પોતાના વાહનો લઈને આ ફિટનેસ સેન્ટર પર આવતા અને સમસ્યાનું સમાધાન કરી પોતાના વાહનોનું વિના વિઘ્નએ રજીસ્ટેશન કરાવતા હતા. પરંતુ 2017માં શરૂૂ થયેલા ફિટનેસ સેન્ટરનો 2024ના અંત આવતા આવતા છેલ્લા પાંચ મહિનાથી ફિટનેસ સેન્ટરને તાળા વાગતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે.
સામાન્ય રીતે છઝઘના નિયમનું પાલન કરવું હોય તો વાહનોનું ફિટનેસ જરૂૂરી છે. ટ્રક માલિકો કહે છે અમારે વર્ષે કે બે વર્ષે જ્યારે ટ્રકનું ફિટનેસ માટે માસમાં ફિટનેસ સેન્ટર પર જવુ પડે અને સરળતા પડતી કેમકે આ ફિટનેસ સેન્ટર સરકારી હોવાથી છઝઘની જટીલ પ્રક્રિયા નડતી નહતી પણ હવે આ માસમાં ફિટનેસ સેન્ટર બંધ થઈ જતા કામરેજના ઉંભેળ ગામે જવુ પડે છે, એ પણ ફિટનેસ સેન્ટર ખાનગી છે એટલે ખર્ચ વધી જાય છે.