ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અગ્નિકાંડ ફરી સળગ્યો; કોંગ્રેસે મોરચો માંડતા જ અટકાયત

04:28 PM May 20, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ત્રિકોણબાગથી કોર્પોરેશન સુધી રેલી કાઢી કમિશનરને ઘેરાવ કરે તે પહેલાં કાર્યકરોને પોલીસે ઉપાડી લેતાં ઘર્ષણ, મનપામાં પણ કડક બંદોબસ્ત

27 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડને એક વર્ષ વીતવા છતાં પીડિતોને યોગ્ય ન્યાય નહીં મળ્યાનો આક્ષેપ, અઠવાડિયાના સળંગ કાર્યક્રમો જાહેર

કાલાવડ રોડ પર ટીઆરપી અગ્નિકાંડની ઘટનાને તા.25મીએ એક વર્ષ પૂર્ણ થવા છતાં જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા આજથી ફરી આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે જે તા.25મી સુધી લડત ચલાવાશે. આજે ત્રિકોણબાગથી કોર્પોરેશન સુધી પગપાળા જાય તે પહેલા જ પોલીસ દ્વારા અટકાવવામાં આવતાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતાં અને પોલીસ દ્વારા વિરોધ કરનાર કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરતાં વાતાવરણ તંગ બની ગયું હતું.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં બનેલ TRP ગેમ ઝોનમાં 27 માનવ જિંદગી હોમાઈ ગઈ હતી. અને તેમના પરિવારને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી તત્કાલીન સમયે અમારા દ્વારા આપને અવારનવાર લેખિત રજૂઆતો અને મૌખિક રજૂઆતો કરેલ હતી ત્રણ દિવસના ત્રિકોણબાગ ખાતે ઉપવાસ પણ કરવામાં આવેલ હતા અને આપને જણાવેલ હતું કે 27 લોકોના મૃત્યુ થયેલ તેના વારસદારોમાંથી એક વ્યક્તિને નોકરીની માંગ કરવામાં આવેલ હતી અને TRP ગેમ ઝોન કોના હુકમથી ઉભો કરાયો હતો તે અધિકારી કે પદાધિકારીઓ ઉપર આપે શું કાર્યવાહી કરી તેનો આજ દિન સુધી અમોને જવાબ મળેલ નથી અવસાન પામેલ વારસદારને નોકરી મળી કે કેમ તેનો પણ કોઈ જવાબ મળેલ નથી આ ગેમ ઝોન કોના આશીર્વાદથી ચાલુ હતું તેનો પણ આપના તરફથી કોઈ જવાબ મળેલ નથી તત્કાલીન ટીપીઓ સાગઠીયાએ 260 (2) મુજબની નોટીસ આપી હતી. તેમ છતાં ઝછઙ દૂર કરવામાં આવ્યો નહોતો. દૂર કરવા માટેનો હુકમ કરેલ હતો તે હુકમ કોના કહેવાથી અટકાવવામાં આવેલ જો આ હુકમનું પાલન થયું હોત તો રાજકોટમાં 27 માનવ જિંદગી બચાવી શક્યા હોત આ હુકમ કરનાર સામે આપે આજ દિન સુધી કોઈ પગલા લીધા છે કે કેમ તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી.

રાજકોટ શહેર પોલીસના એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા રાજકોટ મહાનગરપાલિકામાં લોકશાહી ઢબે શિસ્તબધ્ધ રીતે રજૂઆત કરવામાં આવશે એ પ્રકારે પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે આજે ત્રિકોણ બાગ ખાતે પોલીસે હજુ રજૂઆત કરવા કોંગ્રેસના આગેવાનો જાય એ પહેલા ડીટેઇન કરી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ લેખિત રજૂઆત હતી એ કમિશનરની રજિસ્ટ્રી બ્રાન્ચમાં કોંગ્રેસના કાર્યકરે ઇન્વર્ડ કરાવી દીધી હતી. આવતીકાલે સવારે 10:30 કલાકે રાજકોટ શહેર પોલીસ કમિશનરને અગ્નિ કાંડ મુદ્દે રજૂઆત કરવામાં આવશે. ત્રિકોણબાગ ખાતે આજે કોંગ્રેસના કાર્યકરોએ અગ્નિકાંડ પીડિતોની ન્યાય અપાવવા સુત્રોચાર સાથે દેખાવો કરવામાં આવ્યા હતા.

આજના દેખાવો કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા ની આગેવાની હેઠળ સંજયભાઈ અજુડીયા, જશવંત ભટ્ટી, ડી પી મકવાણા, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, રણજીતભાઈ મુંધવા, દિલીપભાઈ આસવાણી, કોર્પોરેટર કોમલબેન ભરાઈ, નયનાબા જાડેજા, અજીતભાઈ વાંક, જયાબેન ટાંક, મનીષાબા વાળા, જસુબા વાંક, ગીરીશભાઈ પટેલ, નાગજીભાઈ વિરાણી, બાવકુભાઈ ઉંધાડ, જીગ્નેશ ભાઈ પાટડીયા, મયુરભાઈ શાહ, કંચનબેન વાળા, હરેશભાઈ ભારાઈ, રાજુભાઈ આમરાણીયા, રહીમભાઈ સોરા, યજ્ઞેશભાઈ દવે, અજીતભાઈ વાંક, જગાભાઈ મોરી, પ્રભાતભાઈ ડાંગર, ચિંતનભાઈ દવે, જીતુભાઈ ઠાકર, ગજેન્દ્રસિંહ ઝાલા, સુરેશભાઈ ગેરૈયા, સલીમભાઈ કારિયાણી, રસિકભાઈ ભટ્ટ, ગૌરવભાઈ પુજારા સહિતના આગેવાનો જોડાયા હતા.

Tags :
Congressgujaratgujarat newsrajkotrajkot newsTRP Game zone Fire
Advertisement
Next Article
Advertisement