ફાયર વિભાગના પાપે હજુ અગ્નિકાંડ સર્જાશે, કચેરીમાં કોંગ્રેસનું શુદ્ધિકરણ
લાંચમાં પકડાયેલ ફાયર સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસને ગંગાજળ છાંટી પવિત્ર કરાઈ : ભ્રષ્ટાચાર બંધ કરાવી ભાજપના શાસકો રાજીનામાં આપે તેવી માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસે રજૂઆત કરી
મહાનગરપાલિકામાં દિવસેને દિવસે ભ્રષ્ટાચાર વધતો જતો હોય તેમ ગઈકાલે ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ રૂા. 1.80 લાખની લાંચ લેતા ઝડપાઈ જતાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કોર્પોરેશન કચેરી ખાતે ભ્રષ્ટ ફાયર ઓફિસરની ચેમ્બરનું ગંગાજળ વડે સુધ્ધિ કરણ કરી ભ્રષ્ટાચાર કરી ફાયર બ્રિગેડના પાપે હજુ કેટલા અગ્નિકાંડ સર્જાશે? તેમજ સડેલી સિસ્ટમ અને ફાયર બ્રિગેડના વચેટિયા તથા એજન્ટ અને મોટા દલાલોને પાઠ ભાણાવી તેમની મિલ્કતોની તપાસ કરી ભાજપના શાસકો રાજીનામા આપે અને અનિલ મારુ હાય હાયના સુત્રોચ્ચાર કરી કોંગ્રેસ શહેર સમિતિએ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવ્યું હતું.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવી જણાવેલ કે, રાજકોટની મહાભ્રષ્ટાચારી મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખામાં ચાલતો બેફામ ભ્રષ્ટાચાર બંધ કરાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી સહિતના હોદેદારોની માંગણી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે જાણે રાજકોટ કરપ્શન કોર્પોરેશન બની ગય હોય તે હદે કોર્પોરેશનની પ્રતિષ્ઠા ખરડાઈ ગઈ છે. લોકો હવે કોર્પોરેશનમાં પૈસા આપ્યા વિના કામ થશે નહીં તેવું માનવા લાગ્યા છે તે બાબત હકીકત પણ છે. મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ડી.પી.દેસાઈએ ચાર્જ સંભાળ્યા બાદ પણ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ વિસ્તૃત આવેદનપત્ર પાઠવી તેમને જાણ કરી હતી. રાજકોટમાં ફાયર એનઓસી આપવા માટે ફાયર બ્રિગેડના અધિકારીઓ લાખો રૂૂપિયા લાંચ પેટે વસુલી રહયાં છે અને ભ્રષ્ટાચારનું વાર્ષિક ટર્નઓવર કરોડો રૂૂપિયામાં પહોંચ્યું છે છતાં કોઈપણ પગલા લેવાયા નથી. જાગૃત વિપક્ષ તરીકે આવી જાણ કરવા છતાં તંત્રવાહકોએ ફાયર બ્રિગેડના અધિકારીઓ સામે કોઈ જ પગલા લીધા નથી તે ગંભીર બાબત છે.
રાજકોટના કાલાવડ રોડ ઉપરના ટીઆરપી ગેમઝોનમાં બાળકો સહિત 27 નિર્દોષ નાગરિકો બળીને ભડથું થઈ ગયાની અગ્નિકાંડની દુર્ઘટના, સાગઠીયા કાંડ, અલ્પના ચિત્રા ફાઈલ કાંડ સહિતની ઘટનાઓની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ગઈકાલે હજુ તો દોઢ મહિના પૂર્વ ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે નવનિયુકત અનિલ બી. મારૂૂ રૂૂા. 1.80 લાખની લાંચ લેતા પોતાની કચેરીમાં જ ઝડપાઈ ગયાની ઘટના બનતા તંત્રની પ્રતિષ્ઠાનું વસ્ત્રાહરણ થઈ ગયું છે. ફાયર બ્રિગેડનો સ્ટાફ આટલો બેફામ ભ્રષ્ટાચાર કરે છે તો તેમના ઉપરી એવા આસી. કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર વિગેરે કેમ તેઓને નિયંત્રીત કરી શકતા નથી ? તેનો ખુલાસો કરશો. રાજકોટ શહેરના વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને બિલ્ડર્સ અને ડેવલપર્સ વિગેરેએ હાલ સુધીમાં ફાયર બ્રિગેડને કરોડો રૂૂપિયા લાંચ-રૂૂશ્વત પેટે આપ્યા છે અને ફાયર બ્રિગેડે આર્કિટેકટસ, ક્ધસલ્ટીંગ સિવિલ એન્જીનીયર્સ મારફતે આ લાંચ સ્વીકારવાનો ધંધો વર્ષો સુધી કર્યો છે. આથી સમગ્ર બનાવની તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવામાં આવે.