ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દિનુભાઇ સોલંકી અને કલેક્ટર વચ્ચેની લડાઇ વધુ ઉગ્ર બની

12:35 PM Feb 22, 2025 IST | Bhumika
Advertisement

સોલંકીના સમર્થનમાં ગીર સોમનાથ જિલ્લાને ભષ્ટાચાર મુકત કરવા બેઠક મળી, કલેકટરે ગોચરની જમીન સિમેન્ટ ફેકટરીને ફાળવી હોવાનો આક્ષેપ

Advertisement

ગીર સોમનાથ કલેકટર અને પૂર્વ સાંસદ વચ્ચે ચાલતી લડાઈ અંગે આજે કોડીનારમાં ગીર સોમનાથ જિલ્લા ને ભ્રષ્ટાચાર મુક્ત કરવા ભ્રષ્ટાચાર મુક્ત સમિતિ ની પ્રથમ બેઠક કોડીનાર નાલંદા શાળા ખાતે મળી હતી.બેઠક ના પ્રારંભ માં કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ હરીભાઈ વિઠલાણી એ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષ થી ગીર સોમનાથ જિલ્લા માં વહીવટી તંત્ર દ્વારા મનસ્વી નિર્ણયો લઈ લોકો ને હેરાન કરવામાં આવી રહ્યા છે,અને જિલ્લા ના ઉચ્ચ અધિકારી દ્વારા રાજકીય રાગદ્વેષ રાખી વ્યકિતગત લડાઈ કરી દબાણ ના નામે આંગણવાડી ઉપર બુલડોઝર ફેરવી તાલુકા ના અગ્રણી આગેવાનો ને ભીંસ માં લેવા અને દબાવી દેવા કૃત્ય કરવામાં આવી રહ્યું હોવાનું અને તાલાલા તાલુકા ના ઘુસિયા ગામે આ અધિકારી એ મનસ્વી રીતે દબાણો દૂર કરી માતા બહેનો અને મજબૂર પરિવારો ને ઘરબાર વિહોણા કર્યા હોવાનું કહી દિનુભાઈ સોલંકી દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત જિલ્લા ની શરૂૂ કરવામાં આવેલ લડાઈ માં સમર્થન આપવા હાકલ કરી હતી.

જ્યારે મનુભાઈ મેરે જિલ્લા ના લોકોને મોટી સમસ્યા ભ્રષ્ટાચાર ને જડમુળ થી નાબૂદ કરવા માટે નું પ્લેટફોર્મ ઉભુ કરવા અને આ અભિયાન વ્યકિગત નથી આ અભિયાન ને સમગ્ર જિલ્લા કક્ષાએ પહોચાડી સરકારી વિભાગોમાં થી ભ્રષ્ટાચાર દૂર કરવા આ ભ્રષ્ટાચાર મુક્ત સમિતિ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અવાજ પોહચાડશે તેવું જણાવી ભ્રષ્ટાચાર મુક્ત સમિતિ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. જ્યારે યુનિયન બેંકના ચેરમેન પી.એસ.ડોડીયા એ આ તકે જણાવ્યું હતું કે અધિકારીઓ નો વર્ગ જિલ્લા નાં મતદારો પ્રજા ને ઉપર થી નીચે સુધી લૂંટી રહ્યા છે, તેને બળ આપવા આપણાં સહુ ની ફરજ હોવાનું અને મુખ્યમંત્રી નું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે ચુંટાયેલા પ્રતિનિધિ નું અધિકારી રાજ માં કંઈ ઉપજતું નથી,અધિકારીઓ દ્વારા તાલુકા જિલ્લા પંચાયતોનાં સભ્યો ને દબાવવામાં આવી રહ્યાં છે તેમજ પેહલા બિનખેતી જિલ્લા પંચાયત ની બેઠકમાં થતી હતી પરંતુ અધિકારી રાજમાં હવે બિનખેતી કલેકટર કચેરીમાં થતી હોય તેમાં ભ્રષ્ટાચાર થતું હોવાનું આક્ષેપ કરી ભ્રષ્ટાચાર મુક્ત લડાઈ માં દિનુભાઈ સોલંકી ને સમર્થન જાહેર કરી લોકોને પણ સમર્થન આપવા અપીલ કરી હતી. જ્યારે પાધરૂૂકા ગામ ના સરપંચ ભરતભાઈ વાઢેલ એ ગ્રામ પંચાયત ની મંજૂરી વગર સરકારી અને ગોચર ની જમીન કંપનીઓ ને આપી ગોચર માટે 5 કી.મી.દૂર ગોચર ફાળવી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ભાજપના શાસનમાં ગુજરાત માં થતા વિકાસ પાછળ અધિકારીઓ દ્વારા ચાલતો ભ્રષ્ટાચાર વધ્યો છે અને તેને નાથવા માટે ભાજપના જ માજી સાંસદ દિનુભાઈ સોલંકી દ્વારા ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાન ની શરૂૂઆત કોડીનાર થી કરી રહ્યા તેમ સાંસદ દિનુભાઈ સોલંકીએ ગીર સોમનાથ જિલ્લા ભ્રષ્ટાચાર મુક્તિ સમિતિ સ્થાપવાની જાહેરાત કરી ગીર સોમનાથ જિલ્લા કલેકટરના કથિત ભ્રષ્ટાચાર સામે માજી સાંસદ દિનુ સોલંકી એ રણકાર કરતા કોડીનારના નાલંદા વિદ્યાલય હોલ ખાતે કોડીનાર વિધાનસભા મત ક્ષેત્રના તમામ ગામડાઓના સરપંચો, જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના સભ્યો નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિમાં માજી સાંસદ દીનુભાઈ સોલંકીએ ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા અને તેની મંડળી દ્વારા આચારવામાં આવતા ભ્રષ્ટાચાર સામે મોરચો માંડી જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લા ને ભ્રષ્ટાચાર મુક્ત કરવા પ્રજાને આપેલા વચન ને આગળ વધારવા આજે આપણે ભ્રષ્ટાચાર મુક્તિ ની શરૂૂઆત કરતા હોવાનું જણાવી કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા અને તેના દીકરા ઉપર ગંભીર આક્ષેપો કરી બંને ને અનેક સવાલો ના શંકા ના દાયરા માં ઘેરતા જણાવ્યું હતું કે કલેકટરે તેના દીકરા ની ખાનગી એજન્સીઓ ઊભી કરી મિનરલ ડેવલપમેન્ટ ની 30 કરોડ રૂૂ.ની રકમ ફાળવી દીધાનો અને જિલ્લાના સૂર્યકૂકરના લાભાર્થીને આપવા માટે રૂૂપિયા 50 લાખના સૂર્ય કુકર ની ખરીદી કરીને કોઈ લાભાર્થી ને સૂર્યકુકરો ફાળવ્યા નહીં હોવાનો તેમજ જિલ્લાની જમીન ની બીન ખેતીની ફાઈલો માં યેનકેન પ્રકારે કવેરી કાઢીને આ અધિકારી દ્વારા તેમાં મોટી રકમના ઉઘરાણા કરાતા હોવાના અને જિલ્લાના સુજલામ સુફલામ યોજનાના કામોમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું તેમજ આ જિલ્લાના પાદરૂૂકા ગામનું કરોડો રૂૂપિયાનું ખનીજ સંપત્તિ ધરાવતું સેકડો એકર ગૌચરની જમીન સિમેન્ટ ઉદ્યોગોને લાણી કરીને આ ગ્રામ પંચાયતની મંજૂરી પણ લીધી નથી અને આ ગામના પશુધન માટે પાંચ કિલોમીટર દૂર ગૌચર જમીન ફાળવી આપીને કરોડો રૂૂપિયાનો ભ્રષ્ટાચાર પણ આ કલેક્ટર દ્વારા આચાર્યુ હોવાનું તેમજ આ કલેકટર પૈસા માટે કેટલી હિન કક્ષાએ જાય છે તેનો દાખલો આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાન થી ઉના આવેલા વિસ્થાપિતો ને સ્થાપિત કરવા માટે પણ આ અધિકારી એ રિશ્વત લીધી હોવાનું અને રેલવે કેનાલ ના સર્વે આવે તેમાં પણ મોટા ભ્રષ્ટાચાર કરાયા હોવાનો આક્ષેપ કરી ગીર સોમનાથ કલેકટર દિગ્વિજય સિંહ જાડેજા ની રાજકોટ માં 100 કરોડ ની બેનામી મિલકતો હોવા સાથે અનેક આક્ષેપો કરી જિલ્લાના લોકોને સંગઠિત થવા હાકલ કરી ગીર સોમનાથ કલેકટર ની આધુનિક ગજનવી સાથે તુલના કરી આજનો આ ગજનવી સોમનાથ જિલ્લા ને લૂંટવા આવ્યો હોય તેની લુંટ થી જિલ્લા ને મુક્તિ અપાવવા અને જિલ્લા કલેકટર દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર અને તેનો ભોગ બનેલા લોકો આ સમિતિને માહિતી આપશે તો તેમના નામો ગુપ્ત રાખવામાં આવશે અને તેને પુરસ્કાર પણ આપવામાં આવશે તેમજ ગીર સોમનાથ જીલ્લા ભ્રષ્ટાચાર મુક્તિ સમિતિ માં જિલ્લાભરમાંથી ચુનંદા સભ્યોની નિમણૂક કરવામાં આવનાર હોવાનું દિનુભાઈ સોલંકી એ જણાવ્યું હતું.

 

Tags :
Dinubhai SolankiGir Somnath Collectorgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement