તાજિયાના ભવ્ય ઝુલૂસ સાથે શહાદતના પર્વ મહોર્રમની પૂર્ણાહુતિ
રાજકોટ શહેરમાં ગઇકાલે રવિવારે સાંજે 204 જેટલા તાજિયા અને દુલદુલનું ભવ્ય જુલુસ નિકળ્યુ હતુ. વિવિધ વિસ્તારોમાંથી કલાત્મક તાજિયાના જુલુસ લાઇનદોરીમાં નિકળ્યા બાદ મોડીરાત્રે ટાઢા થયા હતા. મહોર્રમના પર્વ દરમિયાન મુસ્લિમ સમુદાયે કરબલાના શહિદોની યાદમાં માતમ મનાવ્યુ હતુ અને તાજિયાના ઝુલુસ દરમિયાન યા હુશેનના નારા સાથે હેરતઅંગેજ કરતબો યોજયા હતા.
તાજિયાના ઝુલુસમાં વરસતા વરસાદે પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મન્નત પુરી કરી હતી. છેલ્લા દસ દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં ધમધમતી સેવા સબીલોમાંથી શરબત, આઇસ્ક્રીમ, ખીર, લાઇવ ફરસાણ સહિતની ચીજોનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ. તાજિયાના ઝુલુસ દરમિયાન અનેક હિંદુઓએ પણ આસ્થાપૂર્વક મન્નત ઉતારતા કોમી એખલાસતાના દર્શન થયા હતા. મોડી રાત્રે તાજીયા ટાઢા થયા બાદ મુસ્લિમ સમાજના શહાદતના પર્વ મહોર્રમની પૂર્ણાહુતિ થઇ હતી.