For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પુત્રીના અભ્યાસ માટે લીધેલા નાણાની પઠાણી ઉઘરાણીથી પિતાએ ફિનાઈલ પીધું

04:34 PM Aug 22, 2024 IST | Bhumika
પુત્રીના અભ્યાસ માટે લીધેલા નાણાની પઠાણી ઉઘરાણીથી પિતાએ ફિનાઈલ પીધું
Advertisement

શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે લાઈટ હાઉસમાં રહેતા રિક્ષા ચાલક યુવાને પુત્રીના અભ્યાસ માટે વ્યાજે લીધેલા નાણાની વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતાં હોય જેથી કંટાળી તેમણે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે યુનિવર્સિટી પોલીસે હોસ્પિટલે દોડી જઈ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, રૈયા ધાર નજીક મુંજકામાં બનેલા લાઈટ હાઉસ કવાર્ટરમાં રહેતા વિનોદપરી નવલપરી ગોસાઈ (ઉ.40) નામના યુવાને આજે બપોરે પોતાના ઘરે ફિનાઈલ પી લેતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં વિનોદભાઈ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને સંતાનમાં ત્રણ દિકરી હોવાનું જાણવા મળ્યું છે. એકાદ વર્ષ પહેલા પુત્રીના અભ્યાસ માટે અને માતાની બિમારી માટે તેમણે અલગ અલગ શખ્સો પાસેથી રૂપિયા 1.62 લાખ વ્યાજે લીધા હોય જેનું તેઓ નિયમિત વ્યાજ પણ ચુકવતાં હતાં. પરંતુ થોડા સમયથી ધંધો બરોબર ચાલતો ન હોવાથી વ્યાજ ચુકવી ન શકતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતાં હોય જેથી કંટાળી તેમણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે યુનિવર્સિટી પોલીસે હોસ્પિટલે દોડી જઈ વિનોદભાઈનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement