For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પિતાએ કામ કરવા જવાની ના પાડતા પુત્રીનો ગળાફાંસો ખાઈ આપઘાત

04:35 PM Mar 30, 2024 IST | Bhumika
પિતાએ કામ કરવા જવાની ના પાડતા પુત્રીનો ગળાફાંસો ખાઈ આપઘાત

Advertisement

શહેરમાં રૂૂખડીયા કોલોનીમાં યુવતીએ ફાંસો ખાઈ આપઘાત અને ઢેબર રોડ નજીક સમાટ ઈન્ડ. એરિયામાં કારખાનામાં શ્રમીક યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૂૂખડીયા કોલોનીમાં રહેતી શકીના સિકંદરભાઈ કાજી (ઉ.18)એ પોતાના ઘેર લોખંડની એંગલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પ્રનગર પોલીસ મથકના પીએસઆઈ પઢીયાર અને પ્રશાંતભાઈ સહીતના સ્ટાફે તપાસ કરતા મૃતક યુવતી ત્રણ બહેનોમાં વચેટ હોવાનુ અને પિતા ડ્રાઈવીંગ કામ કરતા હોય બહાર હતા તેમજ માતા અને બહેન નમાજ પઢવા જતા ઘેર એકલી શકીનાએ પગલુ ભરી લીધાનુ પરીવારે જણાવતા પોલીસે વધુ પુછતાછ કરતા પુત્રીને કેટરસ સહિતના બહારના કામ કરવાની પિતાએ ના પાડતા આ પગલુ ભરી લીધાનુ પ્રાથમીક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement