For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બિનખેતીની પરવાનગીની તેમજ ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં નોંધ પ્રમાણીત કરવા ખેડૂત ખાતેદાર ખરાઈ પ્રક્રિયા હવે સરળ બની

06:40 PM Dec 31, 2024 IST | Bhumika
બિનખેતીની પરવાનગીની તેમજ ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં નોંધ પ્રમાણીત કરવા ખેડૂત ખાતેદાર ખરાઈ પ્રક્રિયા હવે સરળ બની

Advertisement

રાજકોટ તા. ૩૧ ડિસેમ્બર - રાજય સરકાર દ્વારા બીનખેતી પરવાનગી મેળવવાની કાર્યપધ્ધતી તથા ખેતીની જમીનના વેંચાણના કિસ્સામાં નોંધ પ્રમાણિત કરવા સંબંધે ખેડુત ખાતેદાર ખરાઇ પ્રક્રીયા સરળ બનાવવામાં આવી છે. બિનખેતીની પરવાનગી મેળવવાની પ્રક્રિયા સમગ્ર રાજયમાં ઓનલાઇન કરવામાં આવેલ છે. વિવિધ પરવાનગીઓ મેળવવા માટે I-ORA પોર્ટલ ઉપર ઓનલાઇન કાર્યપધ્ધતિ નિશ્ચિત કરવામાં આવી છે.

Advertisement

બિનખેતીની પરવાનગી વખતે ખેડુત ખાતેદાર તરીકે મુળથી ચકાસણી કરવા એટલે કે સને ૧૯૫૧-૫૨ થી પ્રથમ પ્રમોલગેશનથી ખેડુત ખરાઈ કરવામાં આવે છે.સને ૧૯૫૧-૫૨ થી હાલ ૭૦ વર્ષ બાદ બિનખેતી પરવાનગી સમયે મુળથી ખેડુત ખાતેદારના આધાર પુરાવાઓ માંગવામાં આવે છે ત્યારે આવા પુરાવાઓ જીલ્લા વિસ્તરણ,પુર જેવી આકસ્મિક કુદરતી આપત્તિઓ તેમજ જુના માણસોના ખેડુત હોવાના પુરાવાઓ અપ્રાપ્ય હોવાથી બિનખેતી પરવાનગી મેળવવાની અરજીઓ ખેડુત ખરાઇના મુદ્દે દફતરે કરવામાં આવે છે તથા નામંજુર કરવામાં આવે છે, જેમાં સુધારો કરી જુની શરતની તથા ખેતીથી ખેતી જુની શરત થયેલ બિનખેતી પ્રિમીયમ પાત્ર જમીનની જ્યારે બિનખેતી પરવાનગી મળવાની અરજી આવે ત્યારે ખેડુત ખરાઇ માટે તા.૦૬/૦૪/૧૯૯૫ થી અગાઉનું રેકર્ડ ધ્યાને લેવાનું રહેશે નહીં તેવું રાજય સરકાર દ્વારા પરિપત્રિત કરવામા આવ્યું છે. આમ ખેડુત ખરાઈ મુદ્દે રેકર્ડની બીન ઉપલબ્ધતા તથા બીનખેતી પરવાનગી મળવા અંગે અરજદારશ્રીઓને હાલાકીઓ ન થાય તેમ પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement