રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રેમિકાની નાની ઉંમરના કારણે પરિવારે સગાઇ મોડી કરવાનું કહેતા પ્રેમીએ ફિનાઇલ પીધું

04:25 PM Mar 22, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલી સુખસાગર સોસાયટીમાં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાની ઉંમર નાની હોવાના કારણે પરિવારે એક વર્ષ બાદ સગપણ કરવાનું કહ્યું હતું. પરંતુ પરિવાર બહાના બતાવી સગપણ નહીં કરે તેવી દહેશતે પ્રેમી યુવાને ફિનાઈલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં આવેલી સુખસાગર સોસાયટીમાં રહેતા વિશાલ દીપકભાઈ વડોદરા નામનો 19 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં ફિનાઈલ પી લીધું હતું. યુવાનની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં વિશાલ વડોદરા મજૂરી કામ કરે છે અને તેને તેના જ કુટુંબની સગીરા સાથે આંખ મળી જતા પ્રેમ પાંગર્યો હતો. વિશાલ વડોદરા સગીર પ્રેમિકા સાથે સગપણ કરવા પરિવારને દબાણ કરતો હતો પરંતુ બંને પરિવાર લગ્ન કરી આપવાની સહમતિ દર્શાવી હતી પરંતુ પ્રેમિકાની ઉંમર નાની હોવાના કારણે એક વર્ષ બાદ સગપણ કરવાનું કહ્યું હતું પરંતુ બંને પરિવાર બહાના બતાવી સગપણ નહીં કરી આપે તેવી દહેશતે વિશાલ વડોદરાએ ફીનાઇલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ કરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement