For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલ બસ સ્ટેશનમાં સુવિધાને નામ મીંડું

12:00 PM Sep 12, 2024 IST | admin
ગોંડલ બસ સ્ટેશનમાં સુવિધાને નામ મીંડું
oppo_2

ઢોર, કૂતરાં, ખૂંટિયા, આખલાના આંટાફેરાથી મુસાફરોને હાલાકી;
ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય

Advertisement

ગોંડલ બસ સ્ટેશનથી બદતર હાલત સુધારવા માટે ગુજરાત એસ.ટી. મુસાફર હિત રક્ષક સમિતિ દ્વારા મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સહિતનાઓને લેખિત રજુઆત કરવામાં આવી હતી.

રજુઆતમાં જણાવ્યું છે કે, તા.31/8ના ગોંડલ બસ સ્ટેશનની અનેક ગેરરીતિઓ સામે આવી છે. જેમાં બસ સ્ટેશનની અંદર પ્લેટ ફોર્મ નં.2, 3, 4, 5 પર ઢોર-કુતરા-ખુંટીયા-આખલાના આંટાફેર જોવા મળ્યા હતા.

Advertisement

એ.ટી.આઇ ઓફીસની સામેના ગેઇટ અને બસ સ્ટેશનના આઉટ ગેટ પર ગંદકી અને કચરાના ગંજ જોવા મળલે હતા, બસ સ્ટેશનની અંદર તળાવ જેવું પાણીનું ખાબોચીયું જોવા મળેલ છે. બસ સ્ટેશન અંદરના કેટલાક પંખાઓ બંધ હાલતમાં જોવા મળેલ છે. બસ સ્ટેશનમાંની કેટલીક લાઇટો બંધ હાલતમાં હોવાથી અંધારપટ જેવી સ્થિતિ હતી. બસ સ્ટેશનની અંદર એસ.ટી.બસોની સાથે ખાનગી વાહનો પણ અંદર અવર-જવર કરતાં જોવા મળ્યા છે. બસ સ્ટેશનમાં જો સીસીટીવી કેમેરા હોય તો જવાબદાર અધિકારીને આ કેમેરાની ફૂટેજ મંગાવી દંડનીય કાર્યવાહી કરવા અમારી માંગ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement