રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લોકસભાની ચૂંટણીમાં રાજકોટ જિલ્લાનો ખર્ચ 13 કરોડને પાર

04:02 PM Jul 20, 2024 IST | admin
Advertisement

ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓને ત્રણ તબક્કામાં મહેનતાણું ચુકવાયું: એસ.ટી. નિગમને પણ 37 લાખની ચૂકવણી: હજુ ચૂંટણી પંચ પાસે 10 કરોડની ગ્રાંટ માંગી

Advertisement

લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને નવી સરકાર પણ રચાઈ ગઈ તેને મહિનાઓ વિતી ગયા છે. હવે ચૂંટણી ખર્ચ કેટલો થયો તે અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટની સંસદીય ચૂંટણીમાં અત્યાર સુધીમાં 2.37 લાખનું ફંડની ચૂંટણી કરી દેવામાં આવી છે. જ્યારે હજુ 10 કરોડની ગ્રાંટ ચૂંટણી પંચ સમક્ષ માંગવામાં આવી છે. આમ રાજકોટ સંસદીય મત વિસ્તારનો ચૂંટણી ખર્ચ 13 કરોડને આંબી જશે.

લોકસભાની ચૂંટણી તાજેતરમાં જ પૂર્ણ થઈ છે ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ચૂંટણી ખર્ચ કેટલો થયો તે અંગેના હિસાબો ચાલી રહ્યા છે. રાજકોટ લોકસભાની ચૂંટણી પાછળ કરવામાં આવેલ ખર્ચના બિલો જુદી જુદી કંપનીઓ પાસેથી મંગાવવામાં આવી રહ્યાં છે. હજુ અનેક બિલો આવવાના બાકી છે જ્યારે મોટાભાગનાં બીલો રજુ કરી દેવામાં આવ્યા છે.

રાજકોટ લોકસભાની ચૂંટણીની ફરજમાં રોકાયેલા 8 હજારથી વધુ કર્મચારીઓને વધારાનું મહેનતાણુ ચુકવવા માટે ચૂંટણી પંચ પાસે ગ્રાંટ માંગવામાં આવી હતી. તેમાં ત્રણ તબક્કામાં ચૂંટણી પંચે ગ્રાંટ મોકલાવી છે. સૌ પ્રથમ 1.72 કરોડ ત્યારબાદ 44 લાખ અને બાદમાં 82 લાખની ગ્રાંટ ચૂંટણી પંચે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીને ફાળવી હતી જેમાંથી ચૂંટણી ફરજમાં રોકાયેલ તમામ કર્મચારીઓને મહેનતાણાના પૈસા ચુકવી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત તાજેતરમાં જ ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી માટે રોકાયેલા અધિકારીઓને અને મત પેટીઓને લઈ જવા અને લઈ આવવા માટે ફાળવવામાં આવેલી એસ.ટી.બસ નિગમને 39 લાખ રૂપિયા ફાળવ્યા છે. જેમાંથી 37 લાખ રૂપિયા એસ.ટી.નિગમને ચુકવી દેવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી પંચ પાસે વધુ 10 કરોડની ગ્રાંટ માંગવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના 2236 મતદાન મથકો પર કરવામાં આવેલો ખર્ચના બીલો તેમજ રિકવીઝીટ કરેલા વાહનોના બિલ ચુકવવાના બાકી હોય તે પેટે ચૂંટણી પંચ પાસે ગ્રાંટ માંગવામાં આવી છે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં અસહ્ય ગરમીને ધ્યાને રાખીને દરેક મતદાન મથક પર મંડપથી છાયા કરવામાં આવ્યા હતાં. તેમજ દરેક મતદાન મથક પર કુલર મુકવામાં આવ્યા હતાં. આ ઉપરાંત મતદાન મથકો પર બીજી અનેક જરૂરીયાતો પુરી કરવામાં આવી હતી. જ્યારે ચૂંટણી ફરજમાં રોકાયેલ કર્મચારીઓ માટેના ભોજનની વ્યવસ્થા કરવા માટે પણ કોન્ટ્રાકટ આપેલા હોય તે અંગેના બિલો પણ રજુ કરવામાં આવ્યા છે. જે નવી ગ્રાંટ આવ્યા બાદ ચૂંકવણી કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

Tags :
Electionelectionnewsgujaratgujarat newsloksbhaloksbhanwewsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement