રવિવારે મધ્યરાત્રી બાદ ઈટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો અવકાશી નજારો જોવા મળશે
લોકોએ જાન્યુઆરીમાં કવોડરેન્ટીડસ, એપ્રિલમાં લાયરીડ્સ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. વિશ્વમાં રવિવાર મધ્યરાત્રિ બાદ બે દિવસ સુધી ઈટા-એકવેરીડ્સ ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી આરંભી છે. તા. 5 અને 6 મી મે ના રોજ મહત્તમ ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કાવર્ષાનો અદ્દભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે રવિવારે મધ્યરાત્રિ બાદ મંગળવાર પરોઢ સુધી આકાશમાં ઈટા-એકવેરીડ્સ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. તા. 5 અને 6 મે ના રોજ આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જોવા મળશે. કલાકના 15 થી 50 અને વધુમાં વધુ એકસો ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. કુદરતી નજારો હોય દિશા-સમયમાં થોડા ફેરફારની પુરતી શકયતા છે.
વધુમાં પંડયા જણાવે છે કે ઈટા-એકવેરીડ્સ ઉલ્કાવર્ષા મહત્તમ બે દિવસ રવિવાર થી મંગળવાર સવાર સુધી આકાશમાં જોવા મળશે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉલ્કાવર્ષા વર્ષ દરમ્યાન 10 થી 12 વખત અને વધુમાં વધુ 5 વખત આકાશમાં જોવા મળે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે. અને તેમાંથી વિસર્જીત થયેલ પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જયારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે.
જાથાનો પ્રયાસ લોકોને અવકાશ તરફ નજર કરતાં થાય, તેમાં રસ લઈ, બાળકો સાથે ખગોળીય માહિતી મેળવતા થાય, નજારો નિહાળવા માટે રાજયભરમાં જાગૃતોએ આયોજન ગોઠવ્યું છે રાજયમાં ઉલ્કાવર્ષા સંબંધી વિશેષ માહિતી મોબાઈલ : 98252 16689 ત્થા 94269 80955 ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.