For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાતિલ ઠંડા પવનની અસર દેખાઇ, 15 દી’માં શરદી-તાવના 3525 કેસ

04:40 PM Jan 13, 2025 IST | Bhumika
કાતિલ ઠંડા પવનની અસર દેખાઇ  15 દી’માં શરદી તાવના 3525 કેસ

રાજકોટમાં આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓનો ઉભરો, ઝાડા-ઊલટીના પણ 319 કેસ

Advertisement

છેલ્લા 15-20 દિવસથી રાજકોટ શહેરમાં 7.3થી લઇને 11.5 ડિગ્રીએ જેટલુ નીચુ તાપમાન જોવા મળ્યુ હતુ. પરિણામે શરદી-ઉધરસ તથા તાવના કેસોમાં ભારે વધારો જોવા મળ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ આંકડા પ્રમાણે તા.1-1-2025થી રાજકોટમાં શરદી-ઉધરસના 2025, સામાન્ય તાવના 1500, ઝાડા ઉલ્ટીના 319 અને ટાઇફોઇડ તાવના 4 કેસ નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા સાત દિવસમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનીયાનો એક પણ કેસ ન નોંધાતા આરોગ્ય તંત્રએ રાહતનો દમ લીધો છે.

Advertisement

આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 569 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 267 અને કોર્મશીયલ 137 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement