For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખાનગી એજન્સીને ખટાવવા શિક્ષણ વિભાગે માર્ગ મોકળો કર્યો

04:40 PM Mar 28, 2024 IST | Bhumika
ખાનગી એજન્સીને ખટાવવા શિક્ષણ વિભાગે માર્ગ મોકળો કર્યો
  • કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા માટે વિદ્યાર્થીઓને ભરવા પડશે રૂપિયા 300, એજન્સીને રૂપિયા 6 કરોડનો ફાયદો

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે અને આગામી 1 એપ્રિલથી નવા વર્ષમાં અનેક વિષયમાં પ્રવેશ લેતા માગતા વિદ્યાર્થીઓ આ પોર્ટલ દ્વારા પ્રવેશની પ્રક્રિયા કરવાના છે. આપે આ માટે વિદ્વાન કુલપતિઓને વિશ્ર્વસમાં લીધા હશે. સારી વાત પણ આપની સમક્ષન કરવાની માનસિકતાને કારણે, આપને કોઇએ સાચી હકીકત કહી નથી. તેમ શિક્ષણમંત્રીને પત્ર લખી કોંગે્રસ પ્રવકતા ડો.નિદન બારોદે જણાવ્યું હતું. પત્રમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ નાના નાના ગામડા સુધી રહેતા હોય છે. આ બધા વિદ્યાર્થીઓ મોટું ભાડું ખર્ચી અને અનુદાનિત કોલેજોમાં ૠઈઅજ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા જશે. આપને ખ્યાલ હશે કે મોટાભાગની અનુદાનિત કોલેજોમાં અને સરકારી કોલેજોમાં કોમ્પ્યુટર પર કામ કરી વિદ્યાર્થીઓનું ૠઈઅજ માં રજિસ્ટ્રેશન કરાવે એવું શક્ય નહીં બને, કારણ કે આ કોલેજોમાં કોઇ ક્લાર્ક આવા કામ કરે તેવા ક્લાર્કો જ નથી. આચાર્યો રોજિંદુ કામ પણ માંડ કરાવી શકે છે ત્યારે ૠઈઅજ પોર્ટલ પર કોણ કામ કરશે એ વિચારવાની જરૂૂર છે. આ માટે દરેક યુનિવર્સિટી કેમ્પસ પર 25 લોકોને બેસાડી હેલ્પ સેંટર કરવા જોઈએ.

Advertisement

દરેક વિદ્યાર્થી પ્રવેશ માટે 300 રૂૂપિયા આપના પોર્ટલમાં શા માટે ભારે ?? માત્ર ફોર્મ ભરી અને યાદી જે તે યુનિવર્સિટીને આપવામાં આવે તે માટે 300 રૂૂપિયાનો ખર્ચ થતો જ નથી. ઓછામાં ઓછા જુદા જુદા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ 2 લાખ વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે માટે 300 રૂૂપિયા લેખે ૠઈઅજ પોર્ટલ ચલાવતી સંસ્થા અથવા એજન્સીને 6 કરોડ રૂપિયા મળશે. આ પોર્ટલના સંચાલન માટે 6 કરોડ જેવી રકમ કેવી રીતે યોગ્ય કહેવાય?

ૠઈઅજ પોર્ટલ દ્વારા જ્યારે વિદ્યાર્થી પ્રવેશ લેશે તે કોલેજમાં અધ્યાપક છે કે કેમ અને ત્યાં શૈક્ષણિક વ્યવસ્થા શું છે, તેની વિદ્યાર્થોને ખબર નહીં હોય, ભરોસો સરકારના ૠઈઅજ નો અને પ્રવેશ પ્રાઇવેટ કોલેજોમાં આ કેટલું યોગ્ય? માધ્યમિક શિક્ષણ બોર્ડ સપ્લિમેન્ટરી પરીક્ષા યોજે, પરિણામ આવે ત્યાં સુધી કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલતી હોય તેવું સરકારી અને પ્રતિષ્ઠિત કોલેજોમાં બનતું હોતું નથી, ત્યારે ૠઈઅજ પોર્ટલ વ્યવસ્થાથી સારી રીતે પોતાનુ શૈક્ષણિક કાર્ય કરતી કોલેજો, એમ એસ. યુનિવર્સિટી વગેરેને ખુબ નુકશાન જશે. અવ્યવસ્થાને લીધે વિદ્યાર્થી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા મજબૂર બનશે. આપના પોર્ટલથી વ્યાપાર કરતી યુનિવર્સિટીઓ ખુશ થશે અને વિદ્યાર્થીઓ દુ:ખી.

Advertisement

ઇ.ઊમ., ઇ.ઙ.ઊમ., ખ.ઊમ., જેવા અનેક અભ્યાસક્રમોમાં દરેક યુનિવર્સિટીમાં પ્રવેશની વ્યવસ્થા જુદી છે. ક્યાક મેરીટ તો ક્યાક પ્રવેશ પરીક્ષા, આપના ૠઈઅજ પોર્ટલમાં પ્રવેશની વિધિ ઉપરના અભ્યાસક્રમમાં થશે તેનાથી ખુબ અવ્યવસ્થા થવાની છે. સરકારી યુનિવર્સિટીની કોલેજો આપના ૠઈઅજ પર્ટલથી પ્રવેશની રાહમાં હશે ત્યારે પ્રાઇવેટ યુનિવર્સોટીઓ પ્રવેશ આપી કમાણી કરતી હશે. આમ ૠઈઅજ પોર્ટલ વિદ્યાર્થીઓના લાભાર્થે છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓના ?? આપે માત્ર મહત્વના વિષય સિવાય ૠઈઅજ પોર્ટલથી પ્રવેશની પ્રક્રિયા ના કરવા વિચારણા કરવી જોઇએ. આશા છે આપ જરૂરી કાર્યવાહી કરશો.

Advertisement
Tags :
Advertisement
Advertisement