દરિયો ખેડવાની છૂટ નહીં મળતા માછીમારીની આર્થિક સ્થિતિ બગડી
સલાયામાં અંદાજે 50 હજાર જેટલી વસ્તી છે મોટા ભાગના લોકો દરિયાઈ મચ્છીમારી કરી ગુજરાન ચલાવે છે. માછીમારીમાં દર વર્ષે 2 મહિના 1 જૂન થી 1 ઓગસ્ટ સુધી દરિયામાં જવા પર પ્રતિબંધ હોઈ છે. માટે છેલા 60 દિવસથી માછીમાર ભાઈઓ તદન રોજગાર વગર કાઢ્યા છે.
બાદમાં 1 ઓગસ્ટે દરિયામાં જવાની છૂટ મળશે એવી આશાએ તમામ તૈયારીઓ પૂરી કરી અને તંત્ર લીલી ઝંડી આપશે એવી રાહ જોતા હતા. તેવામાં 31 જુલાઈએ રાત્રે મત્સ્યવિભાગ દ્વારા દરિયો ખેડવા ઉપર 15 ઓગસ્ટ સુધી રોક લગાવતો લેટર બહાર પાડેલ જેથી માછીમારોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. 60 દિવસથી કોઈ રોજગાર નાં હોઈ એમના ઘર ચલાવવા પણ ભારે મુશ્કેલ બન્યા હતા.અને એમાં વરી 15 ઓગસ્ટ સુધી આં દરિયો ખેડવા ઉપર પ્રતિબંધ થતાં એમની તથા આં મચ્છીમારીનાં ધંધા સાથે સંકળાયેલા હજારો લોકોને આર્થિક સંકટ વધ્યું છે.જેથી આજરોજ સલાયા માછીમાર મંડળીનાં પ્રમુખ સિદિક જસરાયાની આગેવાનીમાં એક મીટીંગ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં માછીમારો જોડાયા હતાં. જેમાં જણાવાયું હતું કે સલાયામાં 668 જેટલી ફિશીંગ બોટો છે. એક બોટમાં 8 જેટલા માણસો હોઈ છે જેથી કુલ 5344 જેટલા માણસો તથા 98 જેટલા નાના મોટા મછીની ખરીદી કરતા દંગા વેપારીઓ છે જેની અંદર કામ કરતા 6000 જેટલા મજદુરો અને આઇસ ફેકટરી અને એમાં કામ કરતા 200 જેટલા મજદુરો એ શિવાય સીધી કે આડકતરી રીતે મચ્છીમારી સાથે જોડાયેલ સુથાર,લુહાર,વેપારીઓ અનાજના વેપારીઓ , લારીગલ્લા વગેરેનાં હજારો લોકોને ભારે આર્થિક સંકટ આવી પડ્યું છે.
આમ જોતા અંદાજે 12400 જેટલા લોકોને આર્થિક સંકટ ઊભું થવા પામ્યું છે. માછીમાર ભાઈઓ અને એના સંગઠનોનો એવો આરોપ છે કે સબંધિત વિભાગે મચ્છીમારી કરતા સંગઠનો સાથે વાતચીત કે સલાહ સૂચના કર્યા વગર છેલે દિવસે રાત્રે આં લેટર બહાર પાડતા ભારે મુશ્કેલી સર્જાઈ છે. માટે આ મિટિંગમાં તમામ માછીમારોએ એકજ અવાજમાં કાયદાની રીતે લડી લેવા સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે તમામ સતા સલાયા માછીમાર મંડળીના પ્રમુખ સિદ્દીક જસરાયા આપત્તો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો છે.
આમ ભયંકર આર્થિક સંકટમાં આવી જતા માછીમાર ભાઈઓ લડી લેવાના મૂડમાં છે. 60 દિવસનાં બદલે 76 દિવસ સુધી રોજગારી વગર પસાર કરવા કોઈપણ માટે અઘરું સાબિત થાય છે. માટે સરકાર દ્વારા આં બાબતે ફેર વિચારણા કરે એવું સલાયાના માછીમાર સંગઠનો તેમજ બીજા સમાજિક સંગઠનો પણ ઈચ્છી રહ્યા છે. સલાયાનું તમામ આર્થિક ચક્ર આં માછીમારી ઉપર નિર્ભર છે.