For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગીર સોમનાથ જિલ્લામાં 82 પોલીસની સામૂહિક બદલી

11:53 AM Dec 08, 2025 IST | Bhumika
ગીર સોમનાથ જિલ્લામાં 82 પોલીસની સામૂહિક બદલી

એલસીબી અને એસઓજીમાં મોટી સાફસુફી

Advertisement

થોડા સમય અગાઉ એસ એમ સી ની ટીમ એ વેરાવળ શહેરમાંથી અડધા કરોડનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેને લઈ જીલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજાએ આકરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં થોડા દિવસો પહેલા જીલ્લાની મહત્વની ગણાતી એવી એલસીબી અને એસ ઓ જી બ્રાન્ચો માં મોટા પાયે સાફ સુફી કરી પોલીસકર્મીઓની બદલીના આદેશો કર્યા હતા. જો કે આ કાર્યવાહી આગળ ધપાવતા આજરોજ પોલીસ વડા એ વેરાવળ સીટી પોલીસના 57 સહિત કુલ 82 પોલીસકર્મીઓની સામૂહિક બદલીના આદેશ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. હજુ આગામી દિવસોમાં થાણા અધિકારીઓની બદલીઓ પણ કરવાના મૂડમાં પોલીસવડા હોવાના ભણકારા વાગી રહ્યા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement