ખાનગી એમ્બ્યુલન્સનો ચાલક નશો કરેલી હાલતમાં પકડાયો
પોલીસે એમ્બ્યુલન્સ જપ્ત કરી યુવકની અટકાયત કરી
જામનગર માં જી.જી. હોસ્પિટલ રોડ પર પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન એક ખાનગી એમ્બ્યુલન્સનો ચાલક દારુ નો નશો કરેલી હાલતમાં એમ્બ્યુલન્સ ચલાવતાં પકડાયો હતો. પોલીસે તેની અટકાયત કરી લઈ દારૂૂબંધી ભંગ અંગે ગુનો નોંધ્યો છે, અને એમ્બ્યુલન્સ કબ્જે કરી લીધી છે.
જામનગર શહેરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વાહન ચોરી તેમજ ઘરફોડ ચોરીના બનતા બનાવોને અટકાવવા તેમજ અન્ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ કાયદાનો ભંગ કરતા વાહન ચાલકો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાના ભાગરૂૂપે સીટી બી. ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કોમ્બીંગ નાઈટનુ આયોજન કરવામાં આવ્યું હતુ.દરમ્યાન જી.જી.હોસ્પીટલ પાસે વાહન ચેકીંગ સમયે જી.જી. હોસ્પીટલના છેલ્લા ગેઈટ પાસે એક પ્રાઈવેટ એમ્બ્યુલન્સ નો ડ્રાઈવર રોડ પર સર્પાકારે પોતાનુ વાહન એમ્બ્યુલન્સ ચલાવી નીકળતાં તેને અટકાવી નામ ઠામ પુછતાં તેણે પોતાનું નામ ધર્મેન્દ્રસીહ મહેન્દ્રસીહ ઝાલા (ઉવ.37) અને રાંદલનગર વિસ્તારમાં રાંદલ માતાના મંદિરની બાજુમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.ઉપરાંત પોતે કેફી પ્રવાહી પીધેલી હાલતમાં હોવાથી તેની દારૂૂ બંધી ભંગ સબબ અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની એમ્બ્યુલન્સ કબજે કરી લેવાઇ છે.
પૈસાની લેતી લેતીના મામલે યુવાન પર છરી વડે હુમલો
જામનગરમાં રણજીત સાગર રોડ પર પંચવટી સોસાયટીમાં રહેતા આશિષ રઘુભાઈ ગંઢા નામના 31 વર્ષના ભાનુશાળી યુવાન પર પૈસાની લેતી દેતી ના મામલે હિતેશ નંદા, હર્ષ હિતેશભાઈ નંદા અને દીપ નંદાએ છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. ફરિયાદી યુવાને આજથી 25 દિવસ પહેલાં આરોપી હિતેશ નંદા પાસેથી 35,000 રૂૂપિયા હાથ ઊંછીના લીધા હતા, જે લેતી દેતીના મામલે આ હુમલો કરાયા નું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે સીટી એ. ડિવિઝન પોલીસ તપાસ ચલાવે છે.