For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટંકારા પાસે દૂધ વાહક વાહન ટ્રક પાછળ ઘુસી જતા ચાલકનું મોત

01:41 PM Feb 19, 2024 IST | Bhumika
ટંકારા પાસે દૂધ વાહક વાહન ટ્રક પાછળ ઘુસી જતા ચાલકનું મોત
  • રાજુલામાં બાઈક અકસ્માતમાં ઘવાયેલા આધેડે સારવારમાં દમ તોડ્યો

રાજકોટમાં માલિયાસણ ગામે રહેતો યુવાન ત્રણ દિવસ પૂર્વે દૂધ વાહક વાહન લઈને જઈ રહ્યો હતો ત્યારે ટંકારા પાસે દુધ વાહક વાહન ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. અક્સમાતમાં ઘવાયેલા ચાલક યુવકનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ નજીક આવેલા માલિયાસણ ગામે રહેતા તોફીક રજાકભાઈ ચૌહાણ નામનો 21 વર્ષનો યુવાન ત્રણ દિવસ પૂર્વે દુધ વાહક વાહન લઈને ટંકારા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વહેલી સવારના ચારેક વાગ્યાના અરસામાં દૂધ વાહક વાહન ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઘવાયેલા યુવાને રાજકોટ સારવારમાં દમ તોડતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાતમિક પૂછપરછમાં મૃતક તૌફીક ચૌહાણ બે ભાઈમાં નાનો અને અપરણીત હતો. દૂધ વાહક વાહન લઈને મોરબી જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઉપરાંત બીજા બનાવમાં રાજુલામાં રહેતા અને ફરસાણની રેકડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા કિશોરભાઈ પરસોતમભાઈ જાની ઉ.વ.57 આઠ દિવસ પૂર્વ પોતાનું બાઈક લઈને રાજુલા બસસ્ટેશન પાસે પસાર થઈ રહ્યા હતાં ત્યારે અજાણ્યા બાઈક ચાલક સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલા કિશોરભાઈ જાનીને સારવાર માટે રાજુલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં સારવારમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement