For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં ઘરના ઘરનું સપનું સપનું જ રહેશે, એફોર્ડેબલ હાઉસમાં 54%નો ઘટાડો

04:17 PM Feb 01, 2025 IST | Bhumika
અમદાવાદમાં ઘરના ઘરનું સપનું સપનું જ રહેશે  એફોર્ડેબલ હાઉસમાં 54 નો ઘટાડો

દેશના અન્ય શહેરોની સરખામણીમાં અમદાવાદ-ગાંધીનગરમાં મકાનોના ભાવ આઠ વર્ષમાં ડબલ થઇ ગયા

Advertisement

દરેક ગુજરાતીનું સપનું અમદાવાદમાં ઘર ખરીદવાનું હોય છે. પરંતું મોંઘવારીમાં અમદાવાદમાં એક બજેટ હાઉસ ખરીદવું પણ હવે સપનું રહી જશે. કારણ કે, અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવ આસમાને પહોંચી ગયા છે. બેંગલોર, દિલ્હી, મુંબઈ જેવા શહેરો સાથે અમદાવાદની સરખામણી થતા હવે અમદાવાદ પણ ઘર ખરીદવા લાયક રહ્યું નથી. એક સમયે અમદાવાદ અર્ફોડેબલ હાઉસિંગ માટે બેસ્ટ માર્કેટ કહેવાતું હતું, પરંતું હવે અહીં અમદાવાદમાં ઘર ખરીદવું ગજા બહારનું બની ગયું છે.

મોંઘવારીએ કમર તોડી નાંખી છે. તો હવે અમદાવાદમાં એર્ફેોડેબલ હાઉસની વ્યાખ્યા પણ બદલાઈ રહી છે. એક સમય હતો જ્યારે અમદાવાદમાં એર્ફોડેબલ હાઉસ મળી રહે છે. પરંતું હવે ઘરનું ઘર ખરીદવું બજેટની બહાર જઈ રહ્યું છે. એટલું જ નહિ, માર્કેટમા એર્ફોડેબલ હાઉસની પ્રાપ્તિ પણ પણ 54 ટકા ઓછી થઈ રહી છે. વર્ષ 2024 માં તેનો પુરવઠો ઘટીને 24 ટકા થઈ ગયો છે.

Advertisement

લોકોની સાથે અમદાવાદના બિલ્ડર્સ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરવા લાગ્યા છે. કારણ કે, અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ અર્ફોડેબલ માર્કેટ તરીકે પ્રખ્યાત છે. પરંતું હવે પિક્ચર બદલાયું છે. અમદાવાદ અર્ફોડેબલ માર્કેટની રેન્જમાંથી બહાર નીકળી ગયું છે. નેશનલ હાઉસિંગ બેંક (NHB) રેસિડેક્સના સપ્ટેમ્બર ક્વાર્ટરના ડેટા મુજબ, દેશના અન્ય શહેરોની સરખામણીએ અમદાવાદ અને ગાંધીગનરમાં વર્ષ 2017-18થી લઈને અત્યાર સુધીમાં મકાનોના ભાવ સૌથી વધુ વધ્યા છે.

રિયલ એસ્ટેટ ક્ધસલ્ટન્ટ પ્રોપટાઈગર મુજબ ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશના આઠ મોટા શહેરો- અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા, દિલ્હી-એનસીઆર, મુંબઈ મેટ્રોપોલિટન રિજન અને પુણેમાં મકાનોના વેચાણમાં 26 ટકાનો ઘટાડો નોંધાયો છે. પ્રોપટાઈગર મુજબ, વર્ષ 2017-18થી લઈને અત્યાર સુધીના સમયગાળામાં ગાંધીનગરનો હાઉસિંગ પ્રોપર્ટી ઈન્ડેક્સ (HPI) 100ના બેઝથી ઉછળીને 233ને સ્પર્શી ગયો છે, જ્યારે અમદાવાદનો 210એ પહોંચી ગયો છે. જેની સામે દેશના અન્ય શહેરો મકાનોના ભાવ વધવાની દ્રષ્ટિએ ઘણા પાછળ છે. આ બે શહેરોમાં છેલ્લા સાતથી આઠ વર્ષમાં મકાનોના ભાવ ડબલ કરતા વધારે થઈ ગયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement